Abtak Media Google News

બાઇક, રોકડ અને મોબાઇલ મળી રૂ.૩૫,૨૦૦ લૂંટ:ચારેય શખ્સો ફરાર

ભાવનગરના વેપારીને કુંભારવાડાના ખાર વિસ્તારમાં ચાર અજાણ્યા શખ્સોએ છરી બતાવી રૂ.૩૫,૨૦૦ની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ચારેય લૂંટારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના વેપારી સાદિકભાઇ યુનુસભાઇ હડીયા પોતાના બાઇક પર કુંભારવાડાના ખાર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો છરી બતાવી બાઇક પર અપહરણ કરી તેની પાસે રહેલો મોબાઇલ, રોકડ અને બાઇક મળી રૂ.૩૫,૨૦૦ની મત્તાની લૂંટ ચલાવ્યાની બોળ તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પી.આઇ. કે.એમ.રાવલ સહિતના સ્ટાફે સાદિકભાઇ હડીયાની ફરિયાદ પરથી ચારેય અજાણ્યા શખ્સો સામે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

વરતેજ પાસે કાર અને બાઇક અથડાતા યુવાનનું મોત

ભાવનગરના અકવાડા ગામના ઉગાભાઇ કાળુભાઇ દેસાઇ અને જગુભાઇ માલાભાઇ આહિર બાઇક પર ભાવનગરથી ખદરપર જઇ રહ્યા હતા ત્યારે વરતેજના કોડીયાત-ધોળીવાવ પાસે જી.જે.૦૪. ૨૫૦૨ નંબરની કારના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ઉગાભાઇ કાળુભાઇ દેસાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.