Abtak Media Google News

ચાર દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રદર્શન યોજાશે: આવતીકાલે સવારે પૂજનોત્સવ: બપોરે શોભાયાત્રા, સર્કલ લોકાર્પણ

સ્વામિનારાયણ ગુરૂકુલના સ્થાપક પૂ. શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવ અંતર્ગત ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગૂરૂકુલ ખાતે આજે સાંજે ૪ કલાકે બાળકોનાં જીવન ઘડતરના ઘડવૈયા ગૂરૂદેવ શાસ્ત્રી મહારાજ દર્મજીવનદાસજી સ્વામીના જીવન કવન ઉપરનું દર્શનીય પ્રદર્શન તથા વિજ્ઞાનમેળાનો ઉદઘાટન વિધી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.આર. સગારકાના હસ્તે સંપન્ન થયું છે. અલભ્ય પ્રદર્શન તા.૨૪ ડિસે. સુધી દરરોજ સવારે ૮ થી સાંજે ૮વાગ્યા સુધી ખૂલ્લુ મૂકાશે આજ સાંજ ૫ કલાકે ૧૦૦ કલાક રાસોત્સવનો પણ પ્રારંભ થયો હતો. જેમાં ૫૧ હજાર કલાક અખંડ ધૂન તથા ૨૫ લાખ હરિસ્મૃતિ તથા વંદુના પાઠ ઉપક્રમે સંકીર્તન સાથે ૧૦૦ કલાક રાસોત્સવ યોજાનાર છે.

તેમજ તા.૨૨ થી ૨૫ ડીસે. સુધી યોજાનાર ચાર દિવસીય ભવાંજલી મહોત્સવ અંતર્ગત આવતીકાલ તા. ૨૨ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ગૂરૂકુલના આંગણે સવારે કાર્યક્રમના પ્રથમ ચરણમાં સવારે ૯ કલાકે ભકત ચિંતામણી યજ્ઞ તા.૨૨ થી ૨૫ દરમિયાન રાખ્યો છે. જેમાં ૨૨૫ ભકતચિંતામણી યજ્ઞોનાં અનુષ્ઠાનવિધી રૂપે ત્રિદિનાત્મક ભકતચિંતામણી યજ્ઞ યોજાશે તેમજ ૯.૩૦ કલાકે ચતુર્વેદ પારાયણમાં ગૂરૂદેવે પ્રવર્તાવેલ વેદ પારાયણ પરંપરા અનુસાર વેદપાઠી ભૂદેવો દ્વારા ચતુર્વેદ પારાયણનો પ્રારંભ થશે. તેમજ સવારે ૧૦ કલાકે મંત્રપોથી પૂજનમાં સ્વામિનારાયણ તેમજ રામ અને શ્રી કૃષ્ણ મંત્રનું લેખન છેલ્લા ત્રણ વર્ષમાં ભાવાંજલી મહોત્સવ નિમિતે થયેલુ ૧૦૦ કરોડ મંત્રલેખન તથા ૫૦૦ કરોડ મંત્રજાપના અનુષ્ઠાનરૂપે ત્રિદિનાત્મક મંત્રપોથી પૂજનોત્સવ યોજાશે.

ત્યાર બાદ યોજાનાર કાર્યક્રમનું આયોજન સભા કાર્યક્રમ આર.એમ.સી. કોમ્યુનિટી હોલની બાજુમાં, આનંદનગર પાસે, જલજીત હોલ સામે, શેઠ હાઈસ્કુલથી પારડી રોડ, રાજકોટ ખાતે યોજાશે જેમાં કાર્યક્રમના દ્વિતિય ચરણમાં બપોરે ૩.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ૧૦૦ ઉપરાંત વિવિધ આકર્ષક ફલોટસ તેમજ સાંસ્કૃતિક દ્રશ્યો સાથે શોભાયાત્રા અદ્ભૂત અને આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શોભાયાત્રાનું પ્રસ્થાન પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવશે તેમ પ્રભુચરણદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતુ.

પ.પૂ. પ્રભુચરણ સ્વામીએ શોભાયાત્રાના રૂટ વિશેની વિગતો આપતા જણાવ્યું છે કે આવતીકાલે તા.૨૨મીના બપોરે ૩.૩૦ કલાકે ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગૂરૂકુલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયાબાદ શોભાયાત્રા ધર્મજીવન સ્વામી મેઈન રોડ ઉપરથી ગીતા મંદિર રોડ, ભકિતનગર સર્કલ ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલ પહેલાથી વાણીયાવાડી રોડ, જલારામ ચોક, ગાયત્રીનગર મેઈનરોડ, ત્રિશુલ ચોક, સહકાર મેઈનરોડ, ભકિત હોલ સામેથી પારડી રોડ આનંદનગર પાસે, સભા સ્થળ ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. શોભાયાત્રા સાંજે ૪ કલાકે ભકિતનગર સર્કલ પહોચશે ત્યાં સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા લાઈટીંગથી ઝલહળતું સર્કલનું ઉદઘાટન પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીના સાથથે ડો. જૈમનભાઈ ઉપાધ્યાય મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીના હસ્તે કરાશે. અતિથિવિશેષ તરીકે કમલેશભાઈ મિરાણી, પુષ્કરભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ઉદયભાઈ કાનગડ તેમજ વશરામભાઈ સાગઠીયા ઉપસ્થિત રહેશે.શોભાયાત્રા મુખ્ય સભા સ્થળે પહોચશે ત્યાં મુખ્ય ગેઈટનું ઉદઘાટન કલેકટર ડો.વિક્રાંત પાંડેના હસ્તે કરવામાં આવશે.

જેમાં અતિથિવિશેષ તરીકે બાલાજી વેફર્સ વાળા ચંદુભાઈ વિરાણી, શંભુભાઈ પરસાણા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસીયા, શાપર વેરાવળ ઈન્ડ. એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે. સાંજના ૬ કલાકે દીપ પ્રાકટય દ્વારા સમગ્ર મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે. જેમાં દીપ પ્રાગટય વિધિમાં પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, જ્ઞાનસ્વ‚પદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, નારાયણપ્રસાદજી સ્વામી, ઘનશ્યામજીનદાસજી સ્વામી સાથે અતિથિવિશેષ મૌલેશભાઈ ઉકાણી, અરવિંદભાઈ પટેલ તેમજ ચંદુભાઈ સંતોકી ઉપસ્થિત રહેશે.

શોભાયાત્રાનું સમાપન થયાબાદ સાંજે ૫.૩૦ કલાકે ભાવાંજલી મહોત્સવનાં ઉદઘાટન કાર્યક્રમમાં હજારો ભકતો, સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય મહોત્સવનું ઉદઘાટન થશે. તેમજ સાંજે ૬ કલાકે બાલમંચનું આયોજન કરાયું છે. જેમાં બાળમંડળો તેમજ ગૂ‚કુલના હજારો સુસંસ્કૃત બાળકોનાં શૈક્ષણીક, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગૂ‚દેવના પૂજનોત્સવ સહ બાલમંચ રાખવામાં આવ્યો છે.

ભાવાંજલી મહોત્સવ દરમિયાન યોજાનાર સત્સંગીજીવન કથાપારાયણના વકતાક પૂ. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, પૂ. પૂરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પૂ. શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી પૂ. શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી પોતાની જ્ઞાનવાણીનો ભાવિક ભકતજનોને લાભ આપશે. વ્યાખ્યાનમાળાના વકતાઓમાં દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી રહેશે તેમજ પૂ. ઘનશ્યામજીવનદાસજી સ્વામી તથા પૂ. નારાયણપ્રસાદદાસજી સ્વામી આશીવર્ચન પાઠવશે તેમ પ્રભુચરણ સ્વામીની યાદીના અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.