Abtak Media Google News

ભાયાવાદર સમાચાર

ભાયાવદરમાં  સેવાભાવી ગુપ દ્વારા બારમા વર્ષે પણ ગાયો માટે 70 મણ લાડવા અને 20 કિલો કુતરાઓને બીસકીટનું  વિતરણ કરવામા આવેલ છે.  ભાયાવદર શહેરમાં  આવેલ સેવાભાવી ગુપ દ્વારા આજે 12મા વર્ષે પણ મકરસંક્રાંતિ  પર્વ પર અબોલ જીવો માટે 70 મણ ગાયો માટે લાડવા તેમા 8 કટા ધવ 8 ડબા ગોળ 8 ડબા તેલ 5 કિલો તલ નાખી પટેલ સમાજમાં  જાતે જ લાડવા બનાવીને આખા શહેરમાં  ટ્રેક્ટર ભરીને વિતરણ કરવામા આવેલ છે .

આ ગુપ સતત 12 વર્ષથી આ સેવા કાર્ય કરે છે સાથે આ ગુપના દરેક મિત્રો આનો ખર્ચ કરે છે . શહેરમાંથી કોઈ પણ જાતનો ફાળો ઉધરાવવામાં આવતો નથી.  આ વર્ષ ભાયાવદર પાંજરાપોળ તરફ થી દવા અબોલ પશુઓને રોગમાં રાહત આપતી દવા પણ આ લાડવામા ભેળવીને ખવરાવવામાં આવેલ હતી .  20 કિલો બીસકીટ કુતરાના ગલુડીયાઓને પણ ખવડાવીને  પુણ્યનુ કામ કર્યું હતું .   સંજય ભાઇ ડઢાણીયા તરફ થી ટ્રેક્ટર પણ ફ્રી આપેલ છે.  આ ગુપમા 70 યુવાનો છે જેમા નયનભાઇ જીવાણી ,ચંદ્રેશ વાછાણી, કાનતીભાઇ ઝાલાવડીયા ,કારાભાઇ બરોચીયા ,જગદિસ પરસાણીયા ,જીતુભાઇ ધેટીયા ,કેસી ભોજાણી ,જગદિસ ભાઇ સામાણી ,જેમીન મકવાણા સહીત કુલ 70 યુવાનોએ આ પુણ્યનુ કાર્ય કર્યું છે .  શહેરના લોકો આ સેવાભાવી ગુપનુ કાર્ય જોઈને તેની પ્રસંશા  કરે છે .મકરસંક્રાંતિના પર્વ પર અબોલ પશુને એક ટ્રેક્ટર લીલી મકાઇ પણ આ ગ્રૂપ  તરફથી નાખવામાં આવશે .

 વિજયભાઈ કુનાતિયા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.