Abtak Media Google News

ગોંડલ, જસદણ, ભાડલા અને ભાયાવદરમાં જુગારના દરોડા: રૂ.૨.૯૬ લાખનો મુદામાલ કબ્જે

ભીમ અગીયાસર નિમિતે જુગાર રમીને ઉજવણી કરવાની પરંપરા જાળવવા ગોંડલ, જસદણ, ભાડલા અને ભાયાવદરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતા ૨૫ શખ્સોને રૂ.૨.૯૬ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

ગોંડલના રાજનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા રોનક મુકેશભાઇ જોષી નામના શખ્સને આરઆરસેલના સ્ટાફે દરોડો પાડી ઝડપી તેની પાસેથી ૮૫,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે. રોનક જોષીની પૂછપરછમાં તે કાનો ઉર્ફે દિલીપ અઢીયાને કપાત આપતો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

જસદણના આટકોટ રોડ પર કાનાણી સ્ટીલ એન્ડ રાધેશ્યામ મારબલમાં જુગાર રમતા ડાર્વિન દિલીપ વઘાસીયા, જયવંત જીલુ ધાધલ, મહેશપરી ગૌસ્વામી, પ્રદિપ વઘાસીયા, ભરત છાયણી, જીતુ રામાણી અને ધર્મેશ કામાણી નામના શખ્સોને રૂ.૧.૪૮ લાખના મુદામાલ સાથે આરઆરસેલના સ્ટાફે ધરપકડ કરી છે.

ભાયાવદરના ગધેસર ગામની વેણુ નદીની કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા ગુલાબસિંહ પ્રતાપસિંહ વાળા, મુકેશ વલ્લભ લુહાર, રમેશ કડવા કોળી, રસીક ગજેરા, પ્રદિપસિંહ હેમભા વાળા, જેઠા ગોપાલ આહિર, ચંદ્રપરી દેવપરી બાવાજી અને ચંદ્રસિંહ હેમતસિંહ વાળા નામના શખ્સોને રૂ.૩૨,૭૦૦ના મુદામાલ સાથે પી.એસ.આઇ. એચ.એમ.ધાધલે ધરપકડ કરી છે.

ભાડલાના દહીસરા ગામે જુગાર રમતા ધી‚ભાઇ સરસણીયા, જતીન સરસણીયા, શૈલેષ કોળી, ભરત કોળી, વિનોદ નરશી નામના શખ્સોને રૂ ૬ હજારની રોકડ સાથે પી.એસ.આઇ. આર.એ.ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જ્યારે દહીસરાના વિપુલ રાઠોડની વાડીમાં જુગાર રમતા વિપુલ મંગા રાઠોડ, દિલીપ આંબા સાકરીયા, સુનિલ કરશન રાઠોડ, સંદિપ મંગા કોળી, ધનજી રાઠોડ, જયસુખ કોળી અને જયસુખ શંભુ દેરવાડીયાને રૂ.૧૦ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.