Abtak Media Google News

સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને જરીકામ કરતા યુવાનને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં નોકરીની લાલચ આપી રૂ.1.58 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભેજાબાજે કુલ 57 લોકો સાથે રૂ.35 લાખની ઠગાઇ કરી છે.

Advertisement

આ ઠગ બધાને કહેતો કે “સુરત એરપોર્ટના મેઇન ઓફિસર મારા અંકલ છે, કાર્ગોમાં વિશ્વાસુ માણસ જોઈએ છે” કહી બેક ઓફિસમાં નોકરીના બહાને જરીકામ કરતા યુવાન સાથે ઠગાઈ થતા ફરીયાદ નોંધાવી હતી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રૂસ્તમપુરા રેશમવાડમાં રહેતા અને પિતાને જરીકામમાં મદદ કરતા 22 વર્ષીય કૌશલ ભગવાનદાસ રાણાને ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસમાં ભેટી ગયેલા નવસારીના ભેજાબાજ જીતેન્દ્ર આર મયેકરએ પોતે સરકારી સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખ હોવા ઉપરાંત પોતાની બહુ ઓળખાણ છે અને ઘણા યુવાનોને નોકરી અપાવી છે તેવી વાત કરી સુરત એરપોર્ટના મેઇન અધિકારી પોતાના અંકલ છે અને કાર્ગોમાં વિશ્વાસું માણસ જોઇએ છે કહી કૌશલને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં રૂ.35 હજારના પગારની નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે રૂ.1.58 લાખ પડાવ્યા હતા. આ અંગે કૌશલે ગત ચોથીના રોજ જીતેન્દ્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.