Abtak Media Google News

વોર્ડ નં.10માં કડવા પાટીદાર સમાજને ટિકિટ આપવાની થાય તો ભાજપને કેમ એક જ પરિવાર દેખાય છે, વર્ષોથી હરિયાળી ક્રાંતિ કરનારને હવે ખીલવાનો મોકો મળવો જોઈએ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે.જેનાથી  કાર્યક્રરોમાં નવા જ ઉત્સાહનો સંચાર થયો છે.સતત ત્રણ ટર્મથી ચૂંટાતાંને  હવે ટિકિટ નહીં આપવામાં આવે  તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.પરંતુ રાજકોટમાં વોર્ડ નંબર 10 માં છેલ્લા બે દાયકાથી એક જ પરિવારનો કબ્જો જોવા મળી રહ્યો છે.ભાજપને  આ વોર્ડમાં કડવા પટેલ સમાજને ટિકિટ આપવાનું  થાય તો ભોરણીયા પરિવાર સિવાય અન્ય કોઈ દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે. હવે આ વોર્ડમાં  વિજય પતાકા લહેરાવવાની  જરૂરિયાત હોવાજો ગણગણાટ  કાર્યક્રરોમાં શરૂ થયો છે.

ભાજપ વોર્ડ નં.10 જે અગાઉ વોર્ડ નંબર 22 અને નંબર 11 તરીકે ઓળખાતો હતો. વિસ્તાર એ જ છે પરંતુ સીમાંકન ફરતા વોર્ડ  નંબર ફર્યા છે.અહીં 2001થી અત્યાર સુધી એક જ પરિવારને ભાજપ ટિકિટની ફાળવણી કરી રહ્યું છે.વર્ષ 2001માં ભાજપે અહીં અમિતભાઈ છગનભાઈ ભોરણીયા ટિકિટ આપી હતી.2005માં તેઓને રીપીટ કરવામાં આવ્યા હતા.તેમના અકાળે અવસાન બાદ 2010ની ચૂંટણીમાં ભાજપે દિવંગત અમિત ભોરણીયાના પિતા છગનભાઈ ભોરણીય ને ટિકિટ આપી હતી.દરમિયાન 2015માં છગનભાઇને ઉંમરના કારણે ટિકિટ આપવામાં આવી ન હતી.અને તેના સ્થાને તેમના ભાઈને એટલે કે અશ્વિનભાઈ ભોરણીયાને ટિકિટ આપવામાં આવી હતી.વોર્ડ નંબર 10માં કડવા પટેલ સમાજની વસ્તી વધુ હોય અહીં કોઈ પણ પક્ષે એક ટિકિટ કડવા પટેલ સમાજમાંથી આવતા ઉમેદવારને ફરજિયાત પણ આપવી પડે છે.ત્યારે આ વોર્ડમાં ભાજપ માટે માત્ર એક જ પરિવાર જ કરવા પટેલ સમાજ હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા બે દાયકા એટલે કે ચાર ટર્મથી એક જ પરિવારને ટિકિટની લહાણી કરી દેવામાં આવે છે. વર્ષોથી અહીં પક્ષને મજબૂત કરવા અથાક મહેનત કરતા કડવા પટેલ સમાજના અન્ય કાર્યકર સામે ક્યારેય જોવાની તસ્દી લીધી નથી . છેલ્લી બે ટર્મથી વિજયભાઈ પાડલીયા આ વોર્ડમાં ભાજપની ટિકિટ માટે  અપેક્ષિત અને દાવેદાર હોવા છતાં ભાજપ દ્વારા તેઓને શા માટે ટિકિટની ફાળવણી કરવામાં આવતી નથી તે પણ જવાબ માગી લેતો સવાલ છે.માત્ર વોર્ડ નહીં પરંતુ આખા રાજકોટને  ગ્રીન સીટી બનાવવા માટે તેઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે.વોર્ડમાં એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં વિજયભાઈ પાડલીયાને લોકો નામજોગ ઓળખતા ન હોય કોર્પોરેટર ન હોવા છતાં તેઓ અડધી રાતે લોકોની સમસ્યા હલ કરવા માટે અડીખમ ઊભા રહે છે. છેલ્લા બે દાયકાથી ટિકિટ મેળવતા ભોરણીયા પરિવારને હવે ખરેખર રાજકીય વિરામ આપવાની આવશ્યકતા છે અને વોર્ડ નં.10માં વિજયભાઈ જેવા જાગૃત અને સતત દોડતા કાર્યકરને ટિકિટ આપવાની જરૃરિયાત હોવાનો ગણગણાટ કાર્યક્રરોમા  ચાલી રહ્યો છે.તેઓ હંમેશા પક્ષના આદેશને જ સર્વોપરી ગણે છે તેઓએ ક્યારેય સામેથી ટિકિટ માંગી નથી કે પક્ષે જેને ટિકિટ આપી છે તેનો પણ વિરોધ કર્યો નથી તે હંમેશા કમળને જીતાડવા માટે ખંતથી કામ કરતા કાર્યકર છે હવે આવા કાર્યકર સામે નજર નહીં મંડાઈ તો ભાજપ માટે કાળી મજૂરી કરનાર કાર્યકરોમાં ભવિષ્યમાં નિરાશાની ગર્તામાં ધકેલાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.