Abtak Media Google News

બજેટમાં ઉદ્યોગ જગતની આશા પૂર્ણ થઈ કે કેમ ?? વાંચો, શું કહ્યું રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશને

સરકારે વેપાર ઉદ્યોગ પ્રત્યે સદભાવના દર્શાવી તે આવકાર્ય

અંદાજપત્રની જોગવાઇને આવકારતા મશીનરી ડીલર્સ એસો.ના આગેવાનો

બજેટ આર્થિક મંદીમાંથી માર્કેટ બહાર કાઢવા અનેક પગલા લઇ જોગવાઇ કરી છે તે આવકાર દાયક છે તેમ રાજકોટ મશીનરી ડિલર્સ એસોસિએશને જણાવ્યું છે. આવકવેરામાં અમારી માંગણી નાણામંત્રીએ મહતમ અંશે સ્વીકારવા બદલ આભાર વ્યકત કરતા પ્રમુખ મનસુખભાઇ પટેલ તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ઓવરઓલ બજેટ ફુલ ગુલાબી આપ્યુ છે. અને ઘણી ઘણી જૂદી જુદી સ્કીમોમાં આખો દેશના લોકોને રાહત આપવામાં આવી છે.જનરલ પબ્લીકની માન્યતા હતી કે કોરોનાનો મોટો સેસ પબ્લીક ઉપર નાખવામાં આવશે. પરંતુ તેઓ કોઇ સેસ નાખેલ નથી તે પગલું ઘણુ જ સારુ છે.

Advertisement

તેઓએ વિમામાં એફ.ડી.આઇ. જે લીમીટ 49% ટકા હતી તે વધારી 74% સુધી કરી અપી છે. તે ઘણુ જ સારૂ પગલુ છે. આવક ઉભા કરવામાં એલ.આઇ.સી.નો આઇ.પી. ઓ. આ વર્ષમાં લાવવામાં આવશે અને તેને લીસ્ટેડ પણ કરવામાં આવશે. જેથી અમુક આવક સરકાર ઉભી કરી શકશે. ગેસની પાઇ લાઇન 100 જિલ્લામાં આપવાની સગવડ કરવામાં આવનાર હોવાથી 1 કરોડ લોકોને તેનો લાભ આપવામાં આવશે અને તે સર્વિસ વિના મુલ્યે આપવાનું નકકી કર્યુ હોઇ સામાન્યજનને લાભ થશે. સ્વાસ્થ્ય માટે સરકારે આ વર્ષમાં બજેટમાં 64180 કરોડ ફાળવ્યા અને બે મોબાઇલ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે. જેથી પબ્લીકને ખૂબ જ રાહત મળશે. સરકારે પોતાના ભંડોરમાંથી 35,000 કરોડ વેકસી ખર્ચ માટે ફાળવ્યા છે. જેથી બધા લોકોને તેનો પુરો લાભ મળી શકશે. મેટ્રો ટ્રેનની 27 સીટીમાં ચાલુ કરવાની યોજના કરવામાં આવી છે. તેથી નવી સુવિધાનો લોકોને લાભ મળશે. ‘સ્વામિત્વ’ કાર્ડ ધીમે ધીમે આખા દેશમાં લાગુ કરવામાં આવશે. જેથી દરેક ખેડૂતો પોતાની માલિકની જમીનનો હકક સાબીત કરવા જવાની જરૂર પડશે નહી. આખા દેશના મજુરોને ઇ.એસ.આઇ. સ્ક્રીમ નીચે આવરી લેવાની યોજના કરવામાં આવી છે. જેવી દરેક મજુરને તેનો સંપૂર્ણ લાભ મળશે. 75 વર્ષ ઉપરના પેન્શસને કોઇ જાતના ઇન્કમટેક્ષ ભરવાનો થશે નહી અને ઇન્કમટેક્ષ ફોર્મ પણ ભરવાનુ થશે નહી તે નિર્ણય ખુબ જ આવકારદાયક છે.

જનરલ પબ્લીકના 75 વર્ષ અગર 80 વર્ષના સુપર સીનીયર સીટીજને કોઇ જાતનો લાભ આપવામાં આવ્યો નથી. તે વ્યાજબી નથી. એકંદરે બજેટ આર્થિક મંદીમાંથી માર્કેટને બહાર કાઢવા અનેક ક્ષેત્રે પગલા લેવા જરૂરી જોગવાઇ કરી છે. તે ખૂબ જ આવકાદાયક છે. અમારા મુદાઓ ધ્યાને સહાનુભુતિ દર્શાવી કેન્દ્ર સરકારે વેપાર ઉદ્યોગ પ્રત્યે સદભાવના દર્શાવી તે સાથે રાજકોટ મશીનરી ડિલર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઇ પટેલ તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઇ પટેલે આમ આદમી વતી આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.