Abtak Media Google News

પ્રસંગોમાં સ્ત્રીની શોભા વધારતા ચોલી, સરારા, પોષાક જેવા વસ્ત્રોનું ભવ્ય કલેક્શન

સ્ત્રીઓને તૈયાર થવાનો ખૂબ જ શોખ હોય છે ત્યારે હાલમાં ડિઝાઈનર કલોથની ડિમાન્ડ વધતી જાય છે દરેક સ્ત્રીઓ ડિઝાઈનર કપડાં લેવાનું પસંદ કરતી હોય છે. ત્યારે રાજકોટમાં મોસ્ત્રા એકસીબીસન ગેલેરી ખાતે ભૂરા ઍથનીક કલેકશનમાં ઍથનીક ક્લોધીગની ભવ્ય રેન્જ જોવા મળી રહી છે ભુવનેશ્વરી બા જાડેજાએ પોતાના ક્લોધીનગના શોખને પેશન અને પ્રોફેશનમાં ફેરવ્યું આજે તેઓ ટ્રેન્ડિંગમાં હોય તેવા વસ્ત્રો પોતે જ ડિઝાઈન કરેલા અને મહિલાઓમાં લોકપ્રિય બને તેને ધ્યાનમાં રાખી અંસ્ટીચડ કરી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે તેમજ એકઝીબીશન દ્વારા મહિલાઓ સુધી વસ્ત્ર પહોંચાડી રહ્યા છે સ્ત્રીના સૌંદર્યમાં ચાર ચાંદ લાગે  તેવી દરેક વેરાઇટીના ક્લોથિંગ જાતે ડીઝાઈન કરે છે ચોલી, સરારા, ગાઉન્સ, પોશાક, વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્ન તેમજ દરેક ઍથનીક વસ્ત્રોનું આકર્ષક કલેકશન પણ મળી રહે છે.

Advertisement

ક્લોથિંગનો શોખ આજે મા‚ પેશન અને પ્રોફેસન  બન્યું છે: ભુવનેશ્ર્વરીબા જાડેજા (ભૂરા ઍથનિક)

Vlcsnap 2020 11 06 11H48M50S080

ભૂરા ઍથનીક ફોઉન્ડર ભુવનેશ્વરીબા જાડેજા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે ઍથનીક ની દરેક આઈટમ મારી પાસે છે તેમજ ટ્રેન્ડિંગમાં જે વેરાયટી હાલ ચાલી રહી છે જેમ કે ચોલી, સરારા, ગાઉન્સ અંસ્ટીચડ કે જે મારુ પોતાની ડિઝાઈન કરેલી છે અને લગ્નપ્રસંગનું કલેક્શન પાર્ટીવેર તેમજ ઍથનીકમાં જેટલું નવું કલેકશન આવતું હોય છે તે બધું હું મારા કલેક્સનમાં રાખું છું વેલ્વેટ પર નું મટીરિયલ આજે ખૂબ પસંદગીમાં આવી રહ્યું છે આની સાથે અમે એ પણ ધ્યાનમાં રાખી છી કે સિમ્પલ પેહવવાળો વર્ગ છે તો એની માટે યુનિક કલેકશન દરેક પ્રસંગને ધ્યાનમાં લઇ પહેરી શકાય તેવી દરેક ઍથનીક ક્લોધીનગ ભૂરા એથેનિકમાં હર હમેશ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.