Abtak Media Google News

જૂનાગઢના શખ્સે  સોશિયલ મીડિયા મારફતે લોન ઈચ્છુકોનો સંપર્ક કરી શિકાર બનાવ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં  શહેર  જીલ્લાઓમાં પર્સનલ લોન  આપવાના બહાને અને  શેરબજારમાં રોકાણ કરી આપવાને બહાને 80થી વધુ માણસો સાથે 3. 16 કરોડ થી વધુ રકમની છેતરપીંડી કરવના  ગુન્હાનો આરોપી અને  જુનાગઢ કોર્ટેના કામે  2018 થી ફરાર જાહેર કરેલા  આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચ આવી લઈ 90 થી વધુ ગુનાંનો ભેદ ઉકેલી ધોરણ સન્ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ સાયબર ક્રાઈમ  અને આર્થિક ફ્રોડ ના વધતા જતા ગુનાઓ અટકાવવા અને  વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા શહેર પોલીસ કમિશ્નર રજૂ ભાર્ગવ એ આપેલી સુચનાને પગલે  શહેર કાઇમ બ્રાન્ચના  પોલીસ ઇન્સ.બી.ટી. ગોહિલ ,પો.સબ ઇન્સ. ડી.સી.સાંકરીચા અને  પો.સબ ઇન્સ. એ.એન.પરમાર ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે. દરમ્યાન પો.હેડ કોન્સ હરદેવસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે   મૂળ જૂનાગઢનો અને હાલ રાજકોટના નાના મહુવા રોડ પર આવેલ ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતો પરેશ ધીરજલાલ ચાવડા નામનોશખ્સની ધરપકડ કરી રા જકોટ શહેર, જુનાગઢ, જામનગર, મોરબી,ગોંડલ, જામકલ્યાણપુર, જેતપુર,શાપર, અમરેલી, જેતલસર, વાકાનેર,ઉપલેટા, ધ્રોલ, થાનગઢ, પડધરી સહિત વિગેર જગ્યાએથી પર્સનલ લોન કરી આપવાના બહાને તથા શેરબજારમાં રોકાણ કરી આપવાને બહાને 80થી વધુ માણસો સાથે છેતરપીંડી કરનાર,તેમજ  શહેરના યુની પો સ્ટે. ના છેતરપીંડીના ગુન્હામાં પકડવાનો બાકી  તેમજ રાજકોટની કોર્ટ ના (2) પકડવોરંટ  જૂનાગઢની કોર્ટ ના (4) વોરંટના આરોપી પરેશકુમાર ધીરજલાલ ચાવડાનેપકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ આરોપી પરેશ વિરુદ્ધ ઠગાઈ નો ગુનો નોંધાયો હતો જેમાં કોઠારીયા ચોકડી પાસે રહેતા સાવનભાઇ પ્રફુલ્લભાઇ ચૌહાણ નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં પરેશ ધીરજલાલ ચાવડા અને અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે તેમને ધંધામાં નાણાંની જરૂરિયાત હોય મિત્ર વિરલભાઇને વાત કરી હતી. જેથી મિત્રે પરેશ ધીરજલાલ ચાવડાના મોબાઇલ નંબર આપ્યા હતા. બાદમાં પરેશ ચાવડાને ફોન કરી રૂ.5 લાખની લોન માટેની વાત કરી હતી. તેમજ પોતે અગાઉ લીધેલી લોનના હપ્તા બાઉન્સ થયા હોય પોતાનો સીબીલ ખરાબ થયા અંગેની પણ વાત કરી હતી.બાદમાં પરેશ ચાવડાએ પોતાની પાસે ડોક્યુમેન્ટ મગાવતા મોબાઇલ પર તેને મોકલી આપ્યા હતા અને લોન તા.1-5ના રોજ મંજૂર થઇને ખાતામાં જમા થઇ જશેની વાત કરી હતી.

દરમિયાન તા.26ના પરેશભાઇએ પોતાને ફોન કરી તમારા હપ્તા બાઉન્સ થયા હોય બેન્ક સેફ્ટી માટે રૂ.15 હજારની એફડી મૂકવી પડશે. એટલે તેને કહ્યા મુજબ ઓનલાઇન રૂપિયા મોકલી આપ્યા હતા. આમ મેં પરેશભાઇને કુલ રૂ.40 હજાર ચૂકવ્યા હતા.બાદમાં લોનના પૈસા જમા નહિ થતા મિત્ર વિરલભાઇને વાત કરી હતી. ત્યારે વિરલભાઇએ પોતાની સાથે પણ રૂ.54 હજાર લીધા પછી લોન મંજૂર કરાવી ન હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન વધુ તપાસ કરતા પરેશ ચાવડા અને તેના મળતિયાએ જામનગરના મિલનભાઇ સાથે રૂ.42,500, અજયભાઇ હરિયાણી સાથે રૂ.3500, પરેશભાઇ જાદવ સાથે અઢી વર્ષ પહેલા રૂ.1 લાખ અને અશ્વિનભાઇ ગુજરાતી સાથે રૂ.7500ની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરતાં તેને કુલ 90 લોકોને છેતર્યા હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે હાલ તેની ધરપકાર કરી વધુ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ કરી છે.

ગોંડલની એશીયાટીક એન્જિનિયરિંગ કોલેજના 20 વિદ્યાર્થી સહિત સૌરાષ્ટ્રના 80 લોકોને છેતર્યા

મૂળ જૂનાગઢમાં રહેતા આરોપી પરેશ ધીરજલાલ ચાવડાએ પર્સનલ લોન આપવાનું કહી છેલ્લા અઢી વર્ષની અંદર કુલ 90 જેટલા લોકોને શિકાર બનાવી તેમની પાસેથી કુલ 12 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જેમાં તેને ગોંડલની એશિયાટિક કોલેજમાં અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના કુલ 89 જેટલા લોકોને ફેસબુક મારફત સંપર્ક કરી શિકાર બનાવ્યાનું જણાવ્યું હતું.

આરોપી પરેશ ફેસબુક મારફત લોકોનો સંપર્ક કરી શિકાર બનાવતો

સૌરાષ્ટ્ર પરમાર 90 થી પણ વધારે લોકોને પર્સનલ લોન આપવાનું કહ્યું છેતરપિંડી કરી રૂપિયા 12 પડાવી લેનાર આરોપી પરેશ પોતાના શિકારને શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કરતો હતો.જેમાં તે ઓનલાઇન ફેસબુકમાં પોતાના પ્રિન્સ ઇન્ડિયા નામનું ડમી આઇ.ડી બનાવી ઓછા સિબિલમાં પર્સનલ લોન માટે કોમેન્ટમા તમારો નંબર મોકલો તથા પગાર પર પર્સનલ લોન કરવા માટે કોમેન્ટમાં તમારો નંબર લખો મુજબની પોસ્ટ મુકી પોસ્ટમા નંબર મોકલનાર સાથે લોનની લાલચ આપી છેતરપિંડી કરતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.