Abtak Media Google News

પહેલાનો એક સમય એવો હતો કે સાયકલ એ જરૂરીયાતનું સાધન માનવામાં આવતું હતુ. સાયકલને ગરીબ માણસની સવારીનું સાધન માનવામાં આવતું હતું ત્યારે સાયકલ માટે લાયસન્સ કાઢવામાં આવતું હતું. તે સમયે સાયકલ સવારી માટે મુખ્ય સાધન ગણવામાં આવતું હતું ત્યારે  હવે સમય બદલાય રહ્યો છે આજે સાયકલ એક લકઝરીયસ આઈટમ બની ગઈ છે. ટેન્ડીંગના બની ગઈ છે. આજે કોરોનાની મહામારી બાદ લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે.

11 1 આજે વિશ્વભરમાં સાયકલ દિવસની ઉજવણી થઈ છે. ત્યારે રાજકોટમાં આ વિશેષ દિન નિમિતે રોટરી મીડટાઉન લાયબ્રેરી તથા રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરે સાયકલ ચલાવી હતી.

જિ.પં.પ્રમુખ ભુપતભાઈ બોદર સાયકલ ચલાવી કચેરીએ પહોંચ્યા

Dsc 5290

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સાયકલ ચલાવીને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. તેઓએ આજે સાયકલ ડે નિમિતે ખાસ સાયકલ ચલાવીને લોકોને સ્વસ્થ રહેવા માટે નિયમિત સાયકલ ચલાવવાનો સંદેશ આપ્યો હતો. આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે તેઓના સાયકલ સાથેના જુના સંભારણા પણ વાગોળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.