Abtak Media Google News

વિનાશના આરે રહેલી ઐતિહાસિક ધરોહરને ટકાવી રાખવાની જાગૃતતા અનિવાર્ય

લખતર ના રાજા કિરણસિંહજી વજેરાજસિંહજી ઝાલા એ આજથી ૧૪૦ વર્ષ પૂર્વે લખતર ગામ ના રક્ષણ માટે ગઢ ચણવાની શરૂઆત કરી હતી ત્યારે બ્રિટિશ સાશન  હોય તેમને ચણવાની ના પાડી હતી આથી તેમણે ફક્ત દીવાલ કરવી છે તેમ કહ્યુ હતું ત્યારે લખતર ના રાજા કરણસિંહજી લખતર સ્ટેટ થી બહાર હતા ત્યારે લીમડી ના દોલતસિંહજી એ આ દીવાલને ગઢ સ્વરૂપ માં ચણવાનું ચાલુ કરી દીધું હતું આ ગઢ માં ચાર દરવાજા ચાર બારી છે ગઢની ઉંચાઈ આશરે ૧૮ ફૂટની છે

Advertisement

જ્યારે ચારે દરવાજા ઉપર મેડી બનાવવા માં આવી હતી જ્યાં શસ્ત્ર સરજામ પડ્યો રહે અને સૈનિકો આરામ પણ જર શકે આ ગઢની ઉપર ની દીવાલ અને નિચે પણ ફાયરિંગ કરવા માટે બાકોરા બનવવામાં આવ્યા હતા અને જયાર થી લોકશાહી આવી ત્યાર પછી તેની સાર સંભાળ નહિ લેવાતા ધીરેધીરે આ ગઢ નષ્ટ થઇ રહ્યો છે જોકે હજીપણ સમય છે અને જો તાત્કાલીક ધોરણે સંભાળ લેવાય તો સૌરાષ્ટ્ર નું એકમાત્ર નજરાણું સચવાઈ રહે તેમ છે જ્યારે લખતર સ્ટેટ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ના જણાવ્યા પ્રમાણે ૧૯૭૦ ના આવેલ સમગ્ર ગુજરાત માં આવેલ પુર ના લખતરનું રક્ષણ આ ગઢ એજ કર્યું હતું જો ગઢ ના હોતતો અડધું લખતર નાશ પામી ગયું હોત અને આ ગઢ લખતર ગામ ને ત્રણેય સિઝન માં રક્ષણ આપે છે.

ત્યારે લખતર ગામલોકો ની માગણી છે કે આ ગઢને સરકાર દ્વારા આરક્ષિત ગણી તાત્કાલિક રીપેર કરી યોગ્ય જાણવની કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.