Abtak Media Google News

મોરબીના ઘૂંટુ ગામ નજીક આવેલ હરીઓમ પાર્ક સોસાયટીમાંથી અજાણ્યા શખ્સો બાઇકની ઉઠાંતરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ હરિઓમ સોસાયટીમાંથી જીજે ૩૬ એચ ૭૩૩૪ નંબરનું હીરો સ્પ્લેન્ડર બાઈકની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. બાઇકના માલિક જિતેન્દ્રભાઈ ગોરધનભાઇ મંડલીએ આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.