Abtak Media Google News

રાજકોટના અત્યંત સાધારણ પરિવારના તેજસ્વી તારલાએ રાષ્ટ્રીયસ્તરે રાજકોટનું અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.સાધારણ પરિવારના પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તારલાઓને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડતી સંસ્થા પૂજીતરૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિદ્યાર્થી બિરેન કારેણા એ ખુબજ મુશ્કેલ ગણાતી JEEપરિક્ષામાં ખુબજ ઝળહળતી સફળતા હાસિલ કરી છે.

બિરેને JEE મેઈન્સમાં 360માંથી130 માર્ક્સ સાથે 9719મો રેન્ક મેળવી JEE એડવાન્સમાં 366 માંથી 131માર્ક્સ મેળવી 6190મો રેન્ક હાંસલ કર્યો છે.તેની સાઠેજ તેના માટે આઈઆઈટીના દ્વાર ખુલી ગયા છે.બિરેનનું સપનું હવે સોફ્ટવેર એન્જીનીયર બનવાનું છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ બિરેનને સારી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

JEEમાં સારામાર્ક્સ લાવવા  બિરેને આપેલી ટીપ્સ

*રેગ્યુલર મહેનત કરવી જોઈએ

*બને ત્યાં સુધી તૈયારી અંગ્રેજીમાં કરવી

*શિક્ષકોની મદદથી તમારા વીકપોઈન્ટ શોધો

*વીકપોઈન્ટને ધ્યાને રાખી વધુ મહેનત કરો

*ખુબ પ્રેક્ટીસ અને ટોપિકનું વારંવાર પુનરાવર્તન કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.