Abtak Media Google News

જિલ્લા પંચાયતની સમિતિઓ ઉપર ભાજપના ટેકાથી બાગીજુથે કબજો મેળવ્યો: ખાટરીયાને ‘ખાટો’ અનુભવ

કારોબારી, શિક્ષણ, જાહેર આરોગ્ય, બાંધકામ, અપીલ અને સામાજીક ન્યાય સમિતિની રચના: આવતા સપ્તાહે ચેરમેનના નામની જાહેરાત

કોંગ્રેસના ૧૩ સભ્યોએ વ્હીપ મુજબ મતદાન કર્યું: ૨૨ સભ્યોના બાગીજુથે અલગ જ સમિતિઓ બનાવીને બહુમતીથી મંજુર કરાવી

રાજકોટ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી.

જેમાં ગુરુપૂર્ણિમા નિમિતે ભાજપે ગુરૂ બનીને બાગીજુથને સમિતિનો પ્રસાદ આપ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. કારોબારી સમિતિ, શિક્ષણ સમિત, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, અપીલ સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં ૨૨ સભ્યોએ બાગી બનીને તેમજ ૧૩ સભ્યોએ કોંગ્રેસના તરફેણમાં મતદાન કર્યું હતું.

ભાજપના ટેકાથી બાગીજુથે સમિતિઓ ઉપર કબજો મેળવતા ખાટરીયાને ‘ખાટો’ અનુભવ થયો હતો.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી. સામાન્ય સભાની થોડીક ક્ષણો પહેલા ભાજપ દ્વારા અજ્ઞાતવાસમાં ધકેલવામાં આવેલા કોંગ્રેસના સભ્યોને બસ મારફતે જિલ્લા પંચાયત કચેરી ખાતે લઈ આવવામાં આવેલા હતા.

Dsc 0690 1 જેમાં પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયાના ગળામાં તકલીફ હોવાથી અધ્યક્ષસ્થાન ઉપપ્રમુખ સુભાષભાઈ માંકડીયાએ ધારણ કર્યું હતું બાદમાં સમિતિઓની રચના માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયાની હાજરીમાં કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, અપિલ સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિની રચનામાં કોંગ્રેસના ૧૩ સભ્યોએ પક્ષના વ્હીપ મુજબ મતદાન કર્યું હતું. જયારે ભાજપના ટેકાથી રચાયેલા ૨૨ સભ્યોના બાગીજુથે અલગ જ સમિતિઓ જાહેર કરી હતી. બાગીજુથે રજુ કરેલી તમામ સમિતિઓ બહુમતીથી મંજુર થઈ હતી. આમ જિલ્લા પંચાયતની તમામ ૬ સમિતિઓ પર બાગીજુથે કબજો મેળવ્યો છે.

ભાજપના ટેકાથી રચાયેલું ૨૨ સભ્યોનું બાગી જુથ

૧. નિલેશ વિરાણી

૨. રાણીબેન બચુભાઈ સોરાણી

૩. હેતલબેન રણજીતભાઈ ગોહેલ

૪. મગનભાઈ સીદાભાઈ મેટાળીયા

૫. હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ

૬. કિરણબેન કિશોરભાઈ આંદીપરા

૭. ચંદુભાઈ મોહનભાઈ શીંગાળા

૮. વજીબેન રામાભાઈ સાંકડીયા

૯. નારણભાઈ નાથાભાઈ સેલાણા

૧૦. નાથાભાઈ રવજીભાઈ મકવાણા

૧૧. સોનલબેન ભરતભાઈ શીંગાળા

૧૨. શિલ્પાબેન મનોજભાઈ મારવાણીયા

૧૩. ભાનુબેન ધીરૂભાઈ તળપદા

૧૪. બાલુભાઈ હાજાભાઈ વિંઝુડા

૧૫. સોનલબેન સવજીભાઈ પરમાર

૧૬. કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા

૧૭. રેખાબેન જીજ્ઞેશભાઈ પટોરીયા

૧૮. હંસાબેન મનજીભાઈ ભોજાણી

૧૯. ધીરૂભાઈ ભગવાનજીભાઈ પાઘડાર

૨૦. ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા

૨૧. વિપુલભાઈ ભીખુભાઈ ધડુક

૨૨. ધ્રુપતબા કુલદીપસિંહ જાડેજા

કારોબારી સમિતિ

૧. ચંદુભાઈ મોહનભાઈ શીંગાળા

૨. રેખાબેન જીજ્ઞેશભાઈ પટોડીયા

૩. ભાનુબેન ધીરૂભાઈ તળપદા

૪. નારણભાઈ નાથાભાઈ સેલાણા

૫. શિલ્પાબેન મનોજભાઈ મારવાણીયા

૬. હંસાબેન મનજીભાઈ ભોજાણી

૭. વજીબેન રામાભાઈ સાંકળીયા

૮. કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા

૯. ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા

સામાજીક ન્યાય સમિતિ

૧. બાલુભાઈ હાજાભાઈ વિંઝુડા

૨. સોનલબેન સવજીભાઈ પરમાર

૩. નારણભાઈ નાથાભાઈ સેલાણા

અપીલ સમિતિ

૧. અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા

૨. ચંદુભાઈ મોહનભાઈ શીંગાળા

૩. નિલેશભાઈ વિરાણી

૪. ધીરૂભાઈ ભગવાનજીભાઈ પાઘડાટ

૫. વાલીબેન કાળુભાઈ તળાવડીયા

જાહેર બાંધકામ સમિતિ

૧. મગનભાઈ સિદાભાઈ મેટાળીયા

૨. સોનલબેન સવજીભાઈ પરમાર

૩. ધ્રુપતબા કુલદીપસિંહ જાડેજા

૪. સોનલબેન ભરતભાઈ શીંગાળા

૫. વિપુલભાઈ ભીખુભાઈ ધડુક

જાહેર આરોગ્ય સમિતિ

૧. હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ

૨. કિરણબેન કિશોરભાઈ આંદીપરા

૩. વાલીબેન કાળુભાઈ તલાવડીયા

૪. રાણીબેન બચુભાઈ સોરાણી

૫. રેખાબેન જીજ્ઞેશભાઈ પટોડીયા

શિક્ષણ સમિતિ

૧. નાથાભાઈ રવજીભાઈ મકવાણા

૨. રાણીબેન બચુભાઈ સોરાણી

૩. ધ્રુપતબા કુલદિપસિંહ જાડેજા

૪. સોનલબેન ભરતભાઈ શીંગાળા

૫. કિરણબેન કિશોરભાઈ આંદીપરા

૬. નિલેશભાઈ વિરાણી

કોંગ્રેસના ૧૩ સભ્યોનું જુથ

૧. અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા

૨. અવસરભાઈ નાનજીભાઈ નાકીયા

૩. નાનજીભાઈ માધાભાઈ ડોડીયા

૪. ભાવનાબેન સેજુલભાઈ ભુત

૫. સોમાભાઈ પીઠાભાઈ મકવાણા

૬. મનોજભાઈ વલ્લભભાઈ બાલધા

૭. મધુબેન પંકજભાઈ નસીત

૮. અર્ચનાબેન પરેશભાઈ સાકરીયા

૯. અર્જુનભાઈ ઘનશ્યામભાઈ ખાટરીયા

૧૦. વિનુભાઈ જીવાભાઈ ધડુક

૧૧. સુભાષભાઈ વલ્લભભાઈ માંકડીયા

૧૨. કુસુમબેન પ્રવિણભાઈ ચૌહાણ

૧૩. પરસોતમભાઈ કચરાભાઈ લુણાગરીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.