Abtak Media Google News

વિધાનસભાની તમામ 182 બેઠકોમાં 125 વિસ્તારકો આગામી 10મી મેથી કરશે પ્રવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે છ માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ ફરી એક વખત રાજ્યમાં સત્તા સુખ હાંસલ કરવા માટે પુરજોશમાં કામે લાગી ગયું છે.વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના માંધાતાઓના આટા ફેરા ગુજરાતમાં વધ્યા છે.

આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન તમામ 182 વિધાનસભા બેઠકો પર મતદારોનો મૂડને પારખવા માટે આગામી 10મી મેથી ભાજપના વિસ્તારકો દ્વારા પ્રવાસ શરૂ કરવામાં આવશે. 182 બેઠકો માટે ભાજપે કુલ 125 વિસ્તારકો નિમણુક કરી છે.જે વિસ્તારકો અલગ અલગ જિલ્લામાં જઈ વિધાનસભાની બેઠકમાં પ્રવાસ ખેડશે અને કાર્યકરો સાથે સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે વિસ્તારોની મુલાકાતથી કાર્યકરો નવા ઉત્સાહનો સંચાર થશે.

સાથોસાથ મતદારોના મરણ પણ પારખી લેવા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ દ્વારા પણ દરેક જિલ્લામાં વનડે વનડે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય ભાજપ સંપૂર્ણપણે જ થઈ ગયું છે.આવતીકાલે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ દક્ષિણ ગુજરાતમાં જાહેર સભા સંબોધશે સાથોસાથ સંગઠનના હોદ્દેદારો સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજશે.

તાજેતરમાં બે દિવસ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન એવા બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે હતા તેઓની મુલાકાત પૂર્ણ થતાની સાથે ફરી એક વખત ભાજપના એક મોટા નેતા ગુજરાતમાં આવી રહ્યા છે આ ઉપરાંત વિસ્તારકો દ્વારા 10મી મેથી જે રીતે વિધાનસભા બેઠક વાઇઝ પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ચૂંટણીનું એલાન ગમે ત્યારે થઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.