Abtak Media Google News

બેસ્ટ પીલગરિમેજ ડેસ્ટીનેશન ઇન ગુજરાત, બેસ્ટ બીચ ઇન ગુજરાત શિવરાજપુર અને બેસ્ટ ફિલ્મ શૂટિંગ ડેસ્ટીનેશન તરીકે દ્વારકા ઉભરાયું

તાજેતરમાં તારીખ 2 જી મે- અમદાવાદ સાયન્સ સીટી ખાતે યોજાયેલ એવોર્ડ વીતરણ સમારોહમાં દ્વારકાનો દબદબો જોવા મળ્યો હતો. દ્વારકા હોટેલ અને દ્વારકા ડેસ્ટીનેશનને ટોટલ 20 એવોર્ડ મેળવ્યા હતા અને સમગ્ર દ્વારકા પંથકમાં આ એવોર્ડને લઈને ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલેકટર દેવભુમી દ્વારકા વતી નોમીનેશન માટે દિવ્ય દ્વારીકાની ટીમ – ફાઉન્ડેશનના ડીરેકટર ચંદુભાઈ બારાઈની આગેવાનીમાં સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલી છે.

Advertisement

છેલ્લા ત્રણેક વરસોથી દિવ્ય દ્વારીકાની ટીમ દ્વારા, દ્વારકાને ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે પ્રમોટ કરવા માટે સંયુકત પ્રયાસો-ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બસ નિર્મલભાઈ સામાણી, સ્વ. મનસુખભાઇ પરમાર, ભરતભાઈ સોલંકી વગેરેના અથાગ પ્રયત્નોથી દ્વારકા માટે – બેસ્ટ પીલગરીમેજ ડેસ્ટીનેશન ઇન ગુજરાત – સતત ત્રીજા વરસે જીતેલ છે. આ ઉપરાંત બેસ્ટ બીચની ગુજરાત – શીવરાજપુર સતત બીજા વરસે જીતેલ છે.

Capture 14

આ વરસે પહેલીવાર બેસ્ટ ફીલ્મ શુટીંગ ડેસ્ટીનેશન દ્વારકાની આ વરસે ધમાકેદાર એન્ટ્રી થયેલી છે.આ ઉપરાંત દ્વારકાની પ્રાયવેટ હોટેલોએ પણ ખુબજ મોટા પ્રમાણમાં પાર્ટીશઈપેટ કરેલ છે અને 17 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવેલા છે. ટુરીઝમ એવોર્ડ 2022 એ અમદાવાદ સ્થિત અક્ષર ટ્રાવેલ્સ દ્વારા સંચાલીત ટુરીઝમાં ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રમાણીત જ્યુરી દ્વારા ખુબજ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

ટુરીઝમ એવોર્ડ 2022 એ આ એવોર્ડની પાંચમી સીઝન છે અને આ ફંકશન ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સ્થિત સાયન્સ સીટી ખાતે તાજેતરમાં યોજાયેલો હતો. આ સીઝનમાં અલગ-અલગ લગભગ 150 જેટલા એવોર્ડસ જાહેર કરવામાં આવેલા હતા, તે પૈકી દ્વારકામાં 20 એવોર્ડસ મળેલ છે.

સમગ્ર દ્વારકા ખાતે આ એવોર્ડને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હોય, એવોર્ડસની નોમીનેશન પ્રક્રિયાથી શરૂ કરીને એવોર્ડ ફંક્શન સુધી તમામ હોટેલીયર સાથેનું સંકલન રવીભાઈ બારાઈ- સેક્રેટરી – હોટેલ એસોસીશન દ્વારકાની અથાગ પ્રયાસોથી થયેલા છે અને આવનારા વર્ષોમાં દ્વારકા એક ઈનોવેટીવ ટુરીઝમ ડેસ્ટીનેશન બને તે માટેના પ્રયાસો, હોટેલ એશોશીએશન ઉપરાંત દેવભુમી દ્વારકા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા અવિરતપણે નવા નવા આયામો ઉપર આયોજન કરવામાં આવે છે. ટુંક સમયમાં દ્વારકા ખાતે એક સમારોહ આયોજીત કરીને કલેકટરને, તેઓ વતી સ્વીકારેલ ટ્રોફી અને એવોર્ડ આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવશે તેમ દિવ્ય દ્વારીકા ફાઉન્ડેશનના ડીરેક્ટર ઇશ્વરભાઇ પરમારે અંતમાં જણાવેલું છે.

  •  ગોવર્ધન ગ્રીન્સ રીસોર્ટ દ્વારકાને સતત ત્રીજા વરસે બેસ્ટ ગ્રીન રીસોર્ટ ઇન ગુજરાત એવોર્ડ ઉપરાંત, બેસ્ટ ઇકો એકોમોડેશન ઇન ગુજરાત અને બેસ્ટ વેડીંગ વેન્યુ ઇન દ્વારકા કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  • ફર્ન સત્વ રીસોર્ટ દ્વારકાને બેસ્ટ ફાઇવ સ્ટાર હોટેલ ઇન દ્વારકા ઉપરાંત બેસ્ટ રીસોર્ટ ઇન દ્વારકામાં કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  •  લેમન ટ્રી પ્રીમીયર દ્વારકાને બેસ્ટ ફોર સ્ટાર હોટેલ ઇન દ્વારકા, બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન દ્વારકા અને બેસ્ટ માઇસ વેન્યુ ઇન દ્વારકા કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  •  ક્લબ મહીંન્દરા દ્વારકાને બેસ્ટ ફેમીલી કલબ ઇન દ્વારકા ઉપરાંત બેસ્ટ ટ્રેડીશનલ રેસ્ટોરન્ટ ઇન દ્વારકા કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  •  હોટેલ રોમાંક્રિસ્ટોને બેસ્ટ બીઝનેશ હોટેલ ઇન દ્વારકા ઉપરાંત બેસ્ટ ગુજરાતી ડાઈનીગ રેસ્ટોરન્ટ ઇન દ્વારકા કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  •  હોટેલ વીટસ દેવભુમીને બેસ્ટ મલ્ટી કયુઝીન રેસ્ટોરન્ટ ઇન દ્વારકા કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  •  હોટેલ ગ્રાન્ડ દ્વારીકાને બેસ્ટ થ્રી સ્ટાર હોટેલ ઇન દ્વારકાં કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
  • હોંથોર્ન સ્યૂટસ દ્વારકા ને પણ અલગ અલગ ત્રણ કેટેગરીમાં એવોર્ડ મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.