Abtak Media Google News

ત્રિકોણ બાગ ખાતે ફટાકડા ફોડતા ૩૦ કોંગી કાર્યકરોની અટકાયત થી કોંગ્રેસની પ્રતિક્રિયા

રાજસ્થાન અને છતીશગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ તરફી આવતા શહેર કોંગ્રેસ ગેલમાં આવી ત્રિકોણ બાગ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ તાત્કાલીક બનાવી ત્રિકોણ બાગ ખાતે ફટાકડા ફોડતા હતા ત્યારે પોલીસે ૩૦ કોંગ્રેસના કાર્યકરોની ટ્રાફિકના મુદે અટકાયત કરતા ચૂંટણીના પરિણામે ભાજપી પોલીસને રેલો આવ્યો હોવાના વશરામભાઇ સાગઠીયાએ આક્ષેપ કર્યો છે.

Advertisement

ચૂંટણીના પરિણામ આવતા કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા, મહેશભાઇ રાજપૂત, ઘનશ્યામસિંહ જાડેજા, કેયુર મશરાણી, સંજયભાઇ અને હા‚નભાઇ સહિતના કાર્યકરો ગેલમાં આવી ત્રિકોણ બાગ ખાતે ફટાકડા ફોડવાની સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ કાર્યકરો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટાફ ત્યાં ઘસી આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા વશરામભાઇ સાગઠીયાએ ચૂંટણીના પરિણામથી ભાજપી મનાતી પોલીસને રેલો આવ્યાનું અને ભાજપના રાજમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવાની મનાઇ હોય તેવું વર્તન કર્યાનોઆક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરો ટ્રાફિક જામ કરતા હોવાથીઅટકાયત કર્યાનું કહી તમામનો છુટકારો કર્યા હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.