દિવાળી-નૂતનવર્ષની શુભકામના પાઠવતા ભાજપ અગ્રણીઓ

નવું વર્ષ મંગલમય

દિવાળીના તહેવારનો આજથી મંગલમય  પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રોશનીનું આ પર્વ વધુ લાભદાયી થાય તે માટે શહેરીજનોને અધિકારીઓ પદાધિકારીઓ તરફથી શુભકામના મળી રહી છે. રંગીલું રાજકોટ આમ જ પ્રગતિના પંથે આગળ વધે અને સુખ, શાંતિ અને સુચારુ શાસન આમ જ બરકરાર રહે તે માટે મહાનગરપાલિકાના હોદ્દેદારો દ્વારા શહેરીજનોને દીપાવલીની શુભકામના પાઠવી છે.

શહેરીજનોને ઉત્સવોના પ્રેમ સંમેલન એવા દિપોત્સવી પર્વની શુભેચ્છા પાઠવતા સાંસદ મોહનભાઇ કુંડારીયા

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા એ શહેરીજનોને વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીવાળી, નુતનવર્ષ  અને ભાઇબીજ જેવા ઉત્સવોના પ્રેમ એવા દીપોત્સવી પર્વની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું.

પ્રકાશના આ પાવન પર્વ જન-જન ના દીવાળી જીવનમાં ખુશીઓના રંગ રેલાય ત્યારે દિવાળી એટલે અંધકારમાંથી ઉજાશ લાગતું પર્વ છે. ત્યારે રોજબરોજની જીવનની ઘટમાળમાંથી થાકેલો માનવી દીપાવલીના પર્વે રીચાર્જ થાય છે. ત્યારે દીપોત્સવી ના આ પર્વ થકી રંગબેરંગી આતશબાજી, આકાશમાં રંગોળી જેવા દીપોત્સવીના આ પર્વ થકી રંગબેરંગી આતશબાજી, આકાશમાં રંગોળી જેવા મનમોહન દ્રશ્યો થકી જનમાનસ ના મનમંડળમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય છે. ત્યારે દરેક શહેરીજનો પ્રકાશના આ પર્વ દીપોત્સવી પર ખુશીઓનો અખંડદીપ પોતાના અંતરમાં પ્રગટાવે અને આવનારુ નુતન વર્ષ ખુબ ખુબ સુખાકારી નીવડે તેવી શુભકામના પાઠવી હતી.

દિવાળી એટલે શુઘ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મયિતા કેળવવાનો શુભ અવસર: નરેન્દ્રભાઇ સોલંકી

શહેરીજનોને પ્રકાશના પર્વ એવા દીપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે દીપાવલીએ પ્રજા જીવનનું ઉત્સવરુપ, આંનદરુપ, સમુહરુપ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે.

દિવાળીના તહેવારો તો શુઘ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મીયતા કેળવવાનો શુભ અવસર છે. ત્યારે દીપોત્સવીનો સુવર્ણ પ્રકાશ સૌ શહેરીજનોના  જીવનમાં સ્નિગ્ધ જયોત્સનાનો પ્રસાર કરી શુભ સંકલ્પોના પ્રતિપાદનમાં શકિત અને ચેતનાનો સંચાર કરી મંગળપ્રદ અને સમૃઘ્ધશાળી યુગનું સર્જન કરે તેવી એ સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી.

સુખનો દિવો પ્રગટાવે તેવી અભ્યર્થના: ધનસુખ ભંડેરી- નીતીન ભારદ્વાજ

શહેરીજનોને પ્રકાશના પર્વ  એવા દીપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સુરેન્દ્રનગર  જીલ્લાના પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે દીપાવલી એ પ્રજાજીવનનું ઉત્સવપૂર્વ, આનંદરુપ, સમુહરુપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. દિવાળી એ માત્ર તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહમિલન છે. સળંગ છ દિવસ સુધી ઉજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઇને આવે છે.

દરેક તહેવારની પાછળ કોઇક સંદેશનું મહત્વ સમાયેલું હોય છે. અને દરેક તહેવારના મર્મને સમજવાની તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની જાય છે.

નુતન વર્ષ સર્વેને મંગલદાયી, સુખમય, આરોગ્યદાયી અને આનંદમયી નીવડે તેવી શુભકામના: કમલેશ મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ,જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દીપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ, આસોવદ એકાદશીથી અમાવસ્યા, બેસતું વર્ષ, ભાઇબીજ, લાભપાંચમ અને દેવદીવાળીનું ઉત્સવ દિવસનું સ્નેહમિલન આસોવદ અગીયારસથી આંગણામાં રંગોળી સાથે દિવાળી પર્વનો પ્રારંભ થઇ જાય છે.