Abtak Media Google News
  • ભાજપમાં ભરતી મેળો જામ્યો: વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોના કેસરિયા

ભાજપમાં ભરતી મેળો બરાબર જામ્યો છે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો કેસરિયા કરી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે એવો  વિશ્ર્વાસ વ્યકત કર્યો છે કે લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત તમામ ર6 બેઠકો જીતશે એટલું જ નહી તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે ફતેહ કરીશું આજે ઉતર ગુજરાતના પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો ભાજપમાં જોડાઇ ગયા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમા દેશ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે વિદેશના નેતાઓમા પણ ભારત દેશ પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ છે અને આજે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે  કમલમ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મુકેશભાઇ પટેલ, આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જે.જે.મેવાડા,દાણીલીમડા વિધાનસભાના પુર્વ ઉમેદવાર દિનેશભાઇ કાપડીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના વિકાસના અનેક કાર્યો કર્યા છે,લોકોની સુખાકારી માટેની અનેક યોજના કરી અને યોજના લોકોસુધી પહોંચે તેની પણ ચિંતા કરી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમા દેશની મહિલાઓ સશક્ત સાથે આર્થિક રીતે મજબૂત થાય તેવો પ્રયાસ સરકારે કર્યો છે. નવા સંસદ ભવનમા મહિલાઓ માટે પ્રથમ ઐતિહાસીક નિર્ણય 33 ટકા અનામત આપવાનો કર્યો છે. દેશના યુવાનો સ્વાવલંબી બને જોબ સીકર નહી જોબ ગીવર બને તે માટે ઉત્તમ પ્રયાસ કર્યા છે. ખેડૂતોની આવક વધે તેમજ તેમના પાકના સારા ભાવ ઉપજે,ખેડૂતોને સરળતાથી વ્યાજબી ભાવે ખાતર મળે તે દિશામા નક્કર પગલા લીધા છે.

પાટીલ એ વધુમા જણાવ્યું કે, આજે વિશ્વના મહાસત્તા દેશો પણ સ્વીકારે છે કે મોદીએ ભારતનો ઝડપથી વિકાસ કર્યો છે.મોદી સાહેબે દેશમા 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે. આજે દેશમા નવા એરપોર્ટ બન્યા છે,નવા રેલ્વે સ્ટેશન વધ્યા છે ટ્રેનની સુવિધા ઉત્તમ કક્ષાની બનાવી છે.પર્યટન સ્થળોનો વિકાસ થયો છે,મંદિરનો જીણોદ્ધાર થયો છે  લોકસભાની ચૂટંણીમા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી   સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે અન ગુજરાતમા ફરી 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.