Abtak Media Google News

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ઓમજી માથુર, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિત રહેશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અમરેલી તથા ધોરાજી(રાજકોટ) ખાતે લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલનો યોજાશે. જેમાં ગણેશ પાર્ટી પ્લોટ, લાઠી બાયપાસ રોડ, સહજ સીટીની પાસે, અમરેલી ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા જય પાર્ટી પ્લોટ, આવકાર હોટલની બાજુમાં, જેતપુર રોડ, મુ.ધોરાજી, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે.

આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર તથા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યો, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કારોબારી સભ્યો, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.