Abtak Media Google News

સ્વર્ગ નર્કમાં ફેરવાઇ જવાનું કાશ્મીર પર લટકતું જોખમ! ફા‚ક, મહેબુબાનો ઢંઢેરો અંગે તીવ્ર પ્રતિભાવ !

‘હિન્દુસ્તાન’ ભડકે બળવાની લાલબત્તી: મહેબુબા સાથે ભાજપના ગઠબંધનની નીતિની સરેઆમ
ઠેકડી !

લોકસભાની ચૂંટણીનો પ્રચાર સારી પેઠે ગરમી પકડી રહ્યો હોવાનો સ્પષ્ટ ખ્યાલ ભાજપે ઘોષિત કરેલા તેના ચુંટણી ઢંઢેરાની ભીતરમાં ડોકિયું કરતાં મળી રહે છે. ભાજપના એક વખતના વરિષ્ઠ નેતા અને વાજપેયીનાં નેતૃત્વ હેઠળની ભાજપ પ્રેરિત એનડીએ મોરચા સરકારના નાયબ વડાપ્રધાનની કક્ષાના રાજપુરુષ રી એલ.કે. અડવાણીએ જેનાં માટે ‘ઇલેકશન મેનિફેસ્ટો ઇઝ નોટ બાઇબલ’ (એટલે કે ચુંટણી ઢંઢેરા જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડે એવો ધર્મગ્રન્થ  નથી!) ઘણું કરીને તેમણે એ સમયની અતિ વિવાદસ્પદ અને સ્ફોટક સ્વરુપની બાબતો સંબંધમાં આવો મત દર્શાવ્યો હતો.!….

હવે ભાજપના આગામી લોકસભાની ચૂંટણી સંબંધમાં જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં પણ કાશ્મીરને લગતી બંધારણની અતિ વિવાદાસ્પદ કલમ ૩૭૦ને રદ કરવા અંગેનો મુદ્દો તથા રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણને લગતો વર્ષો જુનો મુદ્દો, આખા દેશ માટે ‘સમાન નાગરીક ધારા’નો જૂનો મુદ્દો સામેલ કરાયા છે!

અગાઉની ચૂંટણીઓ વખતે આ મુદ્દાઓને અમલી બનાવી શકાયા ન હોતા અને તેમને પાળી શકાયા નહોતા.

આ વખતના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર અંગેના બંધારણની કલમ ૩૭૦ અને ૩પ-એને રદ કરવા અંગેના મુદ્દાઓ વિષે તો જમ્મુ-કાશ્મીરના એનસીપી વરિષ્ઠ નેતા તથા પૂર્વ મુખ્યપ્રધાન ડો. ફારૂક અબ્દુલ્લાએ અને ભાજપ સાથે ગઠબંધન સરકાર ચલાવીને ભાજપના નાકે દમ લાવી દઇને સંયુકત સરકારનો ફિયાસ્કો કરનાર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પક્ષના સર્વેીસર્વા મેહબુબા મુફતીએ તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા છે.

ડો. ફા‚ક અબ્દુલ્લાએ ગંભીર પરિણામની ચીમકી આપી છે. તો મહેબુબાએ એવો રોષ-આક્રોશ વ્યકત કર્યો છે કે, જો ૩૭૦મી કલમ હટાવાશે તો ‘હિન્દુસ્તાન’ ભડકે બળશે!

આઝાદીની સમયથી ભારતની સ્વતંત્રતા અને સ્વાયતતાને લઈ કાશ્મીર માથાના દુ:ખાવા સમાન બની ગયેલ છે. આઝાદી વખતે રાજા હરીસિંહએ કાશ્મીરને ભારત સાથે જોડવા માટે સ્પેશ્યલ દરજજાની માંગ કરેલ અને ત્યારથીજ કાશ્મીર રાજયમાં કેન્દ્ર સરકારની સત્તા મર્યાદીત બની ગયેલ કેન્દ્ર સરકાર કાશ્મીરમાં જમીનથી લઈ લોકોની સ્વંત્રતતા સુધીનો હસ્તક્ષેપ કરવાનો બહુજ મર્યાદીત અધિકારો રહેલા છે.

ત્યારે કલમ ૩૭૦ અને ૩૫-એ ને લઈ અવાર નવાર રાજકીય પક્ષો વચ્ચે અને કાશ્મીરના બની બેઠેલા અલગતાવાદીઓ અને રોટલા પકવતા રાજકારણીઓ કલમ ૩૭૦ અને ૩૫-એને લઈ ભારતને ડરાવી ધમકાવી રહ્યા છે. ત્યારે કલમ ૩૫એ જાણવી આમ ભારતીય માટે ખૂબજ જરૂરી છે. ૩૫-એ એટલા માટે લગાવવામાં આવેલ છે. કાશ્મીરમાં ભારતના બીજા પ્રાંતમાં રહેતા લોકો ત્યાં જમીન ખરીદી નથી શકતા કે ત્યાં વસવાટ પણ નથી કરી શકતા અને વિશેષમાં કાશ્મીરની દીકરી પરિણીને અન્ય રાજયમાં જાય તો તેનો ત્યાંની મિલ્કતમાં પણ હકક જતો રહે છે.

જાણવા જેવી વાત ખાસ એ છે કે, કાશ્મીરનો યુવક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરે તો પાકિસ્તાની મહિલાને કાશ્મીરમાં જમીન ધારણ કરવાનો હકક મળે છે. અને આશ્ર્ચર્યની વાત એ છે કે કાશ્મીરમાં રહેતી મહિલા પણ પાકિસ્તાની પુરૂષ સાથે લગ્ન કરી અને પાકિસ્તાની પુરૂષ વસવાટ કરે તો એ પણ જમીન, મિલ્કત ધારણ કરી શકે છે. ત્યારે ભારતના અન્ય પ્રાંતના લોકો કાશ્મીર ભારતનું અંગ હોવા છતા કાશ્મીરમાં મિલ્ક્ત ધારણ નથી કરી શકતા કે વસવાટ કરી શકતા નથી. અને તેને લઈને છેલ્લા ૭૦ વર્ષમાં ધીમેધીમે કાશ્મીરમાં ભારતીય પંડીત સહિતના હિન્દુ લોકોની વસ્તી નામશેષ થઈ ગઈ છે.

બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંઘે પણ લગભગ આ મુદ્દે લડાયકતા દાખવી છે !

આ બધું એમ માનવા પ્રેરે છે કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો જો મકકમ પણે અમલીકરણની એરણ પણ મૂકાશે તો તે પગલું અગ્નિપરીક્ષા સમુ બનશે, કારણ કે એમાં ‘સ્વર્ગ’ ને ‘નર્ક’ માં પરિવર્તિત કરવાની સ્ફોટક જામગરી છે, એ નિ:સંદેહ છે !

વળી, જો એને કારણે હિન્દુસ્તાન ભડકે બળવાની અતિ વસમી હાલત સર્જાય તો બાહ્મ પરિબળો પણ સક્રિય બનવાનો ઘાટ ઘડાશે!

લોકસભાની ચૂંટણીનાં પરિણામો ઘોષિત થઇ ગયા પછી પણ કદાચ અકલ્પનીય સંઘર્ષ ચાલુ રહેશે અને ઘર આંગણે અશાંતિ તેમજ હિંસક અથડામણો દ્વારા દેશનાં અર્થતંત્રને અસ્થિર કર્યા કરવાની હીન ચેષ્ટાઓ થતી રહેશે….

હમણાં હમણાં શબ્દ ભંભોટિયા ભાષણખોર છૂપા રાજકીય રૂસ્તમોએ એવાો ગબ્બારા ચગાવવા માંડયા છે કે, ૧૯૧૯ ની વર્તમાન ચૂંટણીઓમાં વિજેતા બનનારાઓ પાંચ વર્ષ સુધી મનવાંછિત શાસન ચલાવશે, અને ૧૯૨૪ માં લોકસભા પઘ્ધતિની કોઇ નવી ચૂંટણી નહિ થાય, અને નવી ભાતનું શાસન આવી જશી!….

આવો ગબ્બાઓ ન સમજી શકાય એવો છે, અને કોઇ પ્રબુઘ્ધ ભદ્રજનોને ગળે ઉતરે તેવો નથી !.. તો પણ લોકસભાની આ ચૂંટણી પછીનો દેશકાળ એક પછી એક પડકારો અને નવીનવી ઉથલપાથલોનો બન્યા વિના નહિ રહે !

ભાજપના રાજપુ‚ષોએ અને બિનભાજપ રાજકીય પક્ષોના નેતાઓએ ચૂંટણી લક્ષી અને રાજગાદી લક્ષી રાજકારણ ખેલવાનો જે ઢાંચો અપનાવ્યો છે તે આખા દેશ માટે વિનાશક બની શકે છે. ચૂંટણી જીતવાનો અને નિજી સ્વાર્થ માટે જ શાસન ચલાવવાનો વર્તમાન અભિગમ  આ દેશની પ્રજાને નાત-જાત અને કોમના સ્વરુપે અતિ બૂરી રીતે વિભાજિત કરશે, અને આવું વિભાજનવાદી રાજકારણ પ્રજાને વર્ગવિગ્રહની દિશામાં લઇ જશે….

મહેબુબાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અત્યારે જ દારૂગોળાના ઢગલા પર બેઠેલું છે જેની ઝલક હાલમાં જ પુલવામામાં જોવા મળી હતી. જો આ પ્રકારની નિવેદનબાજીથી ભાજપ માત્ર  જમ્મુ-કાશ્મીર પરંતુ સમગ્ર દેશને સળગાવીને ખાખ કરી દેશે. એટલા માટે હું ચેતવણી આપું છું કે તેઓ આગ સાથે રમત કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં બારુદ છે અને તમે તરખો ફેંકવાનું કામ કરી રહ્યા છે. તેના કારણે ન તો કાશ્મીર રહેશે અને ન તો હિન્દુસ્તાન રહેશે.

આ બધું એવો ખ્યાલ ઉપસાવે છે કે, આપણી ચુંટણી પઘ્ધતિ આપણા દેશની એક અબજ પચીસ કરોડ જેટલી વસ્તી માટે કશું જ મહત્વનું પ્રદાન કરતી નથી. ઉલ્ટુ, એનાથી આપણો દેશ વધુને વધુ વિભાજિત બનતો રહ્યો છે. ક્રમે ક્રમે આપણા દેશમાં દેશદાઝ ધસાતી ભૂંસાતી ગઇ છે અને એનો સમૂળગો દુકાળ પડયો હોવાનું ફલિત થઇ રહ્યું છે.

બનાવટી સંસદીય લોકશાહી પઘ્ધતિનાં શાસનની ભીતરમાં અહંી એકાધિકારવાદ અને તાનાશાહી ફાલ્યાફલ્યા છે. સ્વતંત્રતા અને આઝાદી  જાણે મરવા વાંકે જીવી રહ્યા છે…. ‘સુવર્ણયુગ’ અને ‘યુગાવતાર’ આવવાની કલ્પના રોળાઇ ટોળાઇ ગઇ છે. ફરી ફરીને એ વાતનો પુરરૂચ્ચાર કરવો પડે છે કે, આ દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતી ઇન્કલાબી ખુમારીનો બેસુમાર લોપ થયો છે. અને સંસ્કૃતિ સંસ્કાર તથા ભારતીયતાની સુરક્ષાની જાળવણી સહિત પ્રજાનાં સુખ-સંપત્તિની ફરજમાં અને કર્તવ્યનિષ્ઠામાં રાજસત્તા અને ધર્મસત્તા ઊણા ઉતર્યા છે, એમ કહ્યા વિના છૂટકો નથી.

અત્યારને તબકકે તદ્દન નવી ચેતના, નવી તેજસ્વિતા, નવી પ્રભુતા અને યુગલક્ષી પરમેશ્ર્વરી શકિત ધરાવતા નેતૃત્વની આપણા દેશને કદાચ આ અગાઉ કયારેય નહોતી એવી તાતી જરુર છે, કોઇક વિરણ ‘ભુવનેશ્ર્વરી’નાં હાથમાં આ દેશનું સુકાન આપવાની બાંહેધરી આપે એવો ચૂંટણી ઢંઢેરો જ આપણી માતૃભૂમિ ઝાંખે છે…..

આપણા રાજકીય પક્ષોનાં ચૂંટણી ઢંઢેરા આપણા રાજકીય પક્ષો અને તેમના નેતાઓને નિજીસ્વાર્થનાં રાજકારણથી મુકત કરી આપે એવી પ્રભુને પ્રાર્થના કરવાનું અમા‚ સૂચન છે !..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.