Abtak Media Google News

સામાજિક કાર્યકર અને દલિત હકક રક્ષક સમિતિના ક્ધવીનર કેશુભાઈ વિંઝુડાની યાદીમાં જણાવે છે કે, તાજેતરમાં બે દિવસની ભાજપની ચુંટણીલક્ષી ચિંતન શિબિરમાં દલિતો પરના હુમલાની ઘટનાઓને ચિંતાનો મુખ્ય મુદો બનાવ્યો છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપનું શાસન છે તો આજે ગુજરાતમાં ૨૨ વર્ષમાં દલિતો પર અસંખ્ય અત્યાચાર થયા છે. તેમજ દલિતોની હત્યાઓ થાય છે.

Advertisement

કેશુભાઈ વિંઝુડાએ વધુમાં જણાવેલ કે, ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણના કારણે દલિતો સ્વમાનભેર જીવન જીવી રહ્યાં છે તો આજે ભાજપના રાજમાં દલિતો પર અત્યાચાર કરનારાઓને છાવરે છે. જેના કારણે આજે સામંતશાહી પરિબળોને ખુલ્લો દૌર મળી ગયો છે. તેથી જ થાન અને ઉનાની ઘટના બની છે. ગૌરીલંકેશની હત્યા જુદો વિચાર વ્યકત કરનારને ગોળીએ દેવાએ ભારત જેવા લોકશાહી દેશ માટે શરમજનક છે. તેમજ અમરેલીના વરસડા ગામના યુવાન દલિત સરપંચની હત્યા થઈ, આણંદ જિલ્લામાં ભાદરણિયા ગામે ગરબા જોવા ગયેલ દલિત યુવાનની જાહેરમાં હત્યા થઈ, ગાંધીનગરના લીંબોદર ગામમાં મુછો રાખવા બદલ બે દલિતો અત્યાચારનો ભોગ બન્યા છે.

તાજેતરમાં રાજકોટના શાપરમાં દલિત યુવાનની હત્યા થઈ છે તો આ મનુવાદી લોકોને દલિતો ઘોડી પર બેસે તે ગમતું નથી, મુછો રાખે તે ગમતું નથી, દલિતો શુટબુટમાં ફરે તે ગમતું નથી આવા અસંખ્ય બનાવો ભાજપની સરકારમાં બને છે પરંતુ આજદિન સુધી દલિતોને ન્યાય મળ્યો નથી. અંતમાં કેશુભાઈ વિંઝુડાએ જણાવ્યું છે કે, આવા ભાજપના નેતાઓ ખોટી ચિંતા કરવાવાળાઓને દલિતો ઓળખી લેવાના છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં દલિતોની ચિંતા કરનારા ભાજપના નેતાઓને ચિંતામુકત કરવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.