Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલે સુરતથી પોતે પ્રશિક્ષણ વર્ગનો કરાવ્યો પ્રારંભ: 33 જિલ્લા અને 8 મહાનગરોના થઈ કુલ  41 જગ્યાના ત્રણ ત્રણ દિવસના અલગ-અલગ પ્રશિક્ષણ વર્ગો યોજાશે

ભારતીય જનતા પાર્ટીના  રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન વિભાગની યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાવિષ્ઠ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં આજથી લઇ અને 27 મી ઓક્ટોબર સુધી દરમિયાન  પ્રશિક્ષણ વર્ગ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન અપેક્ષિત શ્રેણી મુજબ જિલ્લા-મહાનગરના પદાધિકારી અને કારોબારી સભ્ય, જિલ્લા મહાનગરના મોરચાના પ્રમુખ તથા મહામંત્રી, વર્તમાન સાંસદ,વર્તમાન ધારાસભ્ય છેલ્લી બે ટર્મના પૂર્વ સાંસદ તેમજ પૂર્વ ધારાસભ્ય, મંડળ પ્રભારી, મંડળ/ વોર્ડના પ્રમુખ અને મહામંત્રી  પક્ષના પ્રતિક પર ચૂંટાયેલ મહાનગરના કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ચુંટાયેલા સભ્ય, જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓના ચેરમેન જિલ્લા મહાનગરના તમામ સેલના સંયોજકશઓ ઉપસ્થિત રહેશે.

દરેક જિલ્લા મહાનગરના પ્રશિક્ષણ વર્ગ ત્રણ દિવસના રહેશે અને અલગ-અલગ સ્થળોએ યોજાશે જેમાં ત્રણ દિવસ અપેક્ષિત શ્રેણીના ભારતીય જનતા પાર્ટીના  કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે રહેશે અને વિવિધ વક્તાઓના વક્તવ્ય નીચે મુજબના વિષય પર સાંભળશે. આજે 16 ઓકટો સવારે 11 વાગે  સવારે સુરત ઓલપાડ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ  સી આર પાટીલ વૈદેહી રિસોર્ટ ઓલપાડ ખાતે થી સુરત મહાનગર ના પ્રશિક્ષણ વર્ગ થી ગુજરાતના આ અભિયાનનો સત્ર પ્રારંભ કરાવ્યો છે.

આ પ્રશિક્ષણ વર્ગદરમિયાન ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ,વિચારસરણી, ભાજપા નો ઇતિહાસ,જનસંઘનો ઇતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા ,સોસિયલ મીડિયા,વિવિધ સમાજોને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજને લગતા મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા અને પંડિત દિનદયાળ જીના છેવાડાના માનવી માટેના એકાત્મ માનવવાદના સિદ્ધાંતો વિશે વિશદ ચર્ચા હાથ ધરવામાં આવશે.

આજની રાજકીય પરિસ્થિતિ અને ભાજપાના કાર્યકર્તાનો રાજકીય પરિસ્થિતિમાં શું યોગદાન અને શું તેમની કાર્યપદ્ધતિ હોઈ શકે તે અંગેની બધી જ બાબતોનો વિચાર-વિમર્શ હાથ ધરવામાં આવશે. વિચારોનું આદાન- પ્રદાન કરવામાં આવશે. આ પ્રશિક્ષણ વર્ગ એ રહેવાસી પ્રશિક્ષણ વર્ગ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.