Abtak Media Google News

બીપાશા બાસુ નામ સાંભળતા જ તેની ફિટનેશ અને બોલ્ડનેસ નજર સમક્ષ ઉપસી આવે છે ત્યારે આગામી ૭ જાન્યુઆરીનાં દિવસે આ બ્લેક બ્યુટી તેના જીવનનાં ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરશે. પરંતુ તેને જોતા એવું જરા પણ અંદાજ નથી આવતો કે એ ચાળીસીની નજીક પહોંચી છે તો આવો જોઇએ કે આ બોલ્ડ બ્યુટીનો ફિટનેસ ફંડા છે શું….?

– ફિટનેસ માટે ઉત્સાહીત….

બીપાશાને તેની ફિટનેસ અતિ પ્રિય છે અને એટલે જ ફિટ રહેવા માટે તત્પર હોય છે. તેનાં વર્કઆઉટ પ્લાનને અચુંકપણે ફોલો કરે છે તેનામાં કાર્ડિયાક એક્સસાઇઝ અને યોગ માટે ખૂબ લગાવ જોવા મળ્યો છે રોજનાં બે કલાક તે આના માટે ફાળવે છે એક જ પ્રકારની એક્સસાઇઝ ન કરતાં તે તેનાં વર્કઆઉટ રૂટીનમાં સમયાંતરે બદલાવ લાવતી રહે છે.

મારી ફિટનેસ માટે મારી માતા મારો પ્રેરણાસ્ત્રોત છે અને કોઇપણ વ્યક્તિએ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જરુરી છે. અને એના માટે રોજ ઓછામાં ઓછી અડધા કલાકની એક્સસાઇઝ કરવી જરુરી છે બીપાશા બાસુ

– બીપાશાનું ડાયેટ સીક્રેટ…..

ખોરાક એ વજન ઓછું કરવા માટે ખૂબ જ મહત્વની બાબત છે. બીપાશા હંમેશા તેના ખોરાકને નિયમિત રાખે છે અને જંકફૂડ, મીઠાઇ અને શરીર માટે નુકશાનકર્તા તમામ ખોરાકથી દૂર રહે છે તે હંમેશા કહે છે કે “સવારનો નાસ્તો રાજાની જેમ કરો અને બપોરનું જમવાનું એટલું જ રાખો કે આખો દિવસ નિકળી જાય. તે એ પણ કહે છે કે એક સાથે જાજુ જમવાની બદલે દિવસમાં ઓછુ-ઓછુ જમવાનું રાખો.

– બીપાશાના દિવસની શરૂઆત…..

એક કપ ચાથી બીપાશાનાં દિવસની શરૂઆત થાય છે. તેની સાથે બદામ અને નવશેકુ પાણી તો ખરૂ જ….! તે ભારે નાસ્તો કરે છે જેમાં પોરીજ, એગવાઇટ, સ્કીમ્ડ મીલ્ક, અથવા ફ્રુટ જ્યુસનો સમાવેશ થાય છે અને રાતનાં બપોરનાં જમવામાં તે ઘરે બનાવેલી વસ્તુનો જ આગ્રહ રાખે છે જેમાં દાળ, ચીકન, ફીશ, લીલા શાકભાજી અને સલાડનો સમાવેશ થાય છે.

જો હેલ્ધી ફુડને એકબાજુએ રાખીએ તો બીપાશાને કેટલીક સારી ડીશીસ પણ ભાવે છે તેને જોતા કદાચ તમારા મોંમા પણ પાણી આવી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.