Abtak Media Google News

શિયાળામાં તલનો જરૂર વપરાશ કરવો જોઇએ. તલમાં મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તલ ખાવાથી ચામડીમાં ચમક આવે છે ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. જાણો તલના અન્ય ફાયદા..

  • ભરપૂર હોય છે ફાઇબર

પાચન સંબંધીત સમસ્યાઓમાં પણ તલ ખૂબ ફાયદો કરાવે છે. હકીકતમાં તલમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી પાચન સંબંધીત સમસ્યાઓ જેવી કે કબજીયાતમાં પણ રાહત થાય છે.

  • હાડકાઓ માટે ફાયદાકારક

ગઠિયો વાની બીમારીમાં પણ તલ લાભદાયી હોય છે. ગઠિયાની બીમારીમાં થતાં સોજા અને દર્દમાં કોપર ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આટલું જ નહીં હાડકાઓ માટે પણ તલ ખૂબ ફાયદાકારક છે.

  • ચામડીના રોગમાં મદદરૂપ

તલમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક હોય છે. જે એક જરૂરી મિનરલ હોય છે. જેથી ચામડીને પણ ફાયદો થાય છે. ચામડીની બીમારીમાં તલથી ખાસ ફાયદો થાય છે. તલમાં મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વ હોય છે. જેના કારણે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

  • હ્રદયની બીમારીમાં ફાયદાકારક

તલમાં એન્ટીઓક્સીડન્ટ અનેએન્ટીઇન્ફ્રામેટરી કમ્પાઉન્ડ હોય છે. જેના કારણે હ્રદયની બીમારીઓ માટે પણ ફાયદાકારક છે. જેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને સેલેનિયમની હાજરી હોવાથી તે હ્રદયની બીમારી માટે ફાયદાકારક સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.