Abtak Media Google News

Table of Contents

 શું તમાકુ વિનાની જીંદગી… જીંદગી નથી?

તમાકુમાં પચ્ચીસથી વધુ હાનીકારક કેમીકલ્સ: દશ ટકા મૃત્યુદર માત્ર તમાકુના સેવનથી: માણસની મર્દાનગી, પેરાલીસીસ, ગર્ભધારણમાં અસર: મહિલાઓમાં પણ સેવનનું પ્રમાણ વઘ્યું

તમાકુનુ સેવન એટલું બધું વઘ્યું છે કે આ તમાકુના કારણે કેન્સર જેવા જીવલેણ રોગોથી મૃત્યુ દરમાં સતત વધારો થતો રહ્યોછે. પોતાના દુ:ખોને ભુલવા કે મોજ મઝા માટે થતાં તમાકુના સેવનથી માનવનું જીવન ખત્મ થઇ રહ્યું છે. ત્યારે તમાકુનું સેવન કરતા પુુરૂષોથી નારીઓ વાજ આવી ગઇ છે. ધન્ય છે નારીઓને કે જે ‘ગંધારા-ગોબરા’ પુરૂષોને સહન કરે છે. તમાકુનું સેવનએ દુ:ખ દર્દની દવા નથી… આ એક વ્યસન લત છે. શું તમાકુ વિનાની જીંદગી જીવી ન શકાય?

દર વર્ષે ૩૧મી મે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને વૈશ્વિક ભાગીદારો વર્લ્ડનો યેબેકો ડે ઉજવે છે: વાર્ષિક અભિયાન એ તમાકુના ઉપયોગ અને બીજા હાથના ધુમ્રપાનના જોખમી અને ઘાતક અસરો અને કોઇપણ સ્વરુપમાં તમાકુના ઉપયોગને નિરાશ કરવા માટે જાગૃતતા વધારવાની તક છે. તમાકુના વ્યસથી ફેફસામાં નકારાત્મક અસર થાય છે.

આ ઝુંબેશ તમાકુના વપરાશને ઘટાડવા અને તમાકુ નિયંત્રણ માટે લડતમાં બહુવિથ ક્ષેત્રોમાં હિસ્સેદારોને રોકવા માટે અસરકાર નીતીઓ માટેની હિમાયત કરવા માટે એક કાર્યવાહી તરીકે પણ કાર્ય કરે છે.

તમાકુના સેવનથી થતા રોગો જેવા કે મોઢા, ગળા, ફેફસા, અન્નનળી, શ્ર્વાસ નળી ના કેન્સર જેવા અનેક રોગોને નોતરે છે. આજના આધુનિક યુગમાં તમાકુના સેવનથી લોકો પોતાનું જીવન પણ ગુમાવે છે. તેનાથી તમાકુના સેવનથી વ્યકિત પોતે અને પોતાના પરિવાર સહીત સમાજને પણ અંધકાર તરીકે ધકેલી દે છે ત્યારે વર્લ્ડ નો ટોબેકો ડે પર લોકોએ જાગૃત થવું જોઇએ. અને તમાકુના કોઇપણ વ્યસનથી દૂર રહેવું જોઇએ.

વર્તમાન સમયગાળામાં મિ!લાઓમાં પણ તમ્બાકુના વ્યસનનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સવે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મહીલાઓમાં પણ પાંચથી દશ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કે જેનાથી તેમને ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ તકલીફ થઇ શકે છે. અને જયારે સર્ગભા તમ્બાકુનુ સેવન કરે છે ત્યારે ગર્ભમાં રહેલા બાળકને પણ નુકશાનકારક થઇ શકે છે.

તમાકુનું વ્યસન માનવને નુકશાન કારક હોય તેથી તેને ત્યજવું જોઇએ: ડો. મનીષ મહેતા (અધિક્ષક સીવીલ હોસ્પિટલ રાજકોટ)Vlcsnap 2019 05 30 17H27M51S655

૩૧મી મે વર્લ્ડ નો ટોબેકો ડે નીમીતે અબતક સાથેની વાતચીતમાં રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલ તબીબી અઘ્યક્ષ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ વર્ષના તમામ દિવસો નો ટોબેકો ડે તરીકે ઉજવવા જોઇએ, પરંતુ આપણે ટોકન સ્વરુપે ૩૧મી મેના રોજ નાો ટોબેકો ડે તરીકે ઉજવણીએ છીએ. જેથી લોકોને સઁદેશોદ મળે કે ટોબેકોનું વ્યસન શરીરને નુકશાનકારક છે. જેથી કરી તેને ત્યજવું જોઇએ.

લોકો એવું માને છે કે ફકત કેન્સર જ ટોબેકાના સેવનથી થાય છે. પરંતુ તમ્બાકુના સેવનથી શ્ર્વસનતંત્રના રોગો પણ સિગારેટના ધુમાડાથી થાય છે. અને આજુબાજુના લોકોને પણ તે પેશિવ સ્મોકર તરીકે નુકશાન પહોચાડે છે. જેમાં લોકોને જાગૃતિ લાવવાની જરુર છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં તમ્બાકુ મોઢામાં ભરી રાખવાની ટેવ હોય છે તે ઉપરાંત એક માવા કલ્ચર ગે્રેજયુઅલી વિકસતું જાય છે. સરકારની થોડી ઘણી જાગૃતાથી હાલમાં પડીકીઓનું દુષણ ઓછું થયું છે. પણ તેની સામે માવાનું કલ્ચર એટલું જ વધતું જોવા મળે છે. તો આ પ્રકારના દુષણને રોકવા ઝુંબેશ ચલાવી જોઇએ કે જેથી તમ્બાકુ થી થતાં કેન્સરના પ્રમાણ ઘટાડી શકીએ.

સર્વેમાં જાણવા મળયુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ પ થી ૧૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને તમ્બાકુ ચાવવી અને સ્મોકિંગ કરવું એ મહિલાઓ સ્ટેટસ સિમ્બોલ તરીકે વાપરતા હોય છે. પરંતુ તેમાં પણ જાગૃતતા લાવવી અનિવાર્ય બની છે.

કારણ કે મહીલાઓને તમ્બાકુનું સેવન કરવાથી ગર્ભધારણ કરવામાં અને જો સગર્ભા મહીલા હોય તો તેમના બાળકને પણ ખુબ નુકશાનકારક પરિણામો ભોગવવા પડે છે.

રાજકોટ પીડીયુ સીવીલ હોસ્૫િટલમાં વ્યસનનું પ્રમાણ ઘટાડવા માટે હોસ્ટિપલના કમ્પાઉન્ડમાં જોઇ કોઇ તમ્બાકુનું વ્યસન કરતા ઝડપાય

તો તેને રૂ. ૨૦૦/- નો દંડ ફટકારવાનું ચલણ ચલાવવામાં આવે છે. તે ઉપરાંત લોકોમાં જાગૃતતા લાવવા અને તમ્બાકુના સેવનનું પ્રમાણ ઘટાડવા માટે ડિબેકડીસન સેન્ટર માનસીક રોગ વિભાગમાં અંતર્ગત ચાલતું હોય છે તે પણ કાર્યરત છે.

દર્શકોને ખાસ સંદેશો પાઠવતા હું એટલું જણાવીશ અમુક પ્રસંગોમાં તમ્બાકુ, સિગારેટ અને માવાની પડીકીઓની ડિશો ફરતી હોય છે. જે અટકાવવી જોઇએ. તે ઉપરાંત જે લોકો તમ્બાકુ છોડવા માંગતા હોય તો તેમણે તેમના મનથી મકકતાથી નિર્ધાર કરી કોઇ ખાસ દિન નીમીતે તમ્બાકુ સેવન છોડવાની પ્રતિક્ષા લેવી જોઇએ. ઉપરાંત જરુર પડે તો સાઇકોપેરાપીસ્ટની મદદ લેવી જોઇએ અને ડિએકટીશન સેન્ટરની મુલાકાત લઇ નોકોશિન ની ટેબલેટનો ઉપયોગ કરવો જોઇએ. અને ખાસ તો વડીલોને સુચના આપવા માંગીશ કે બાળકોને પોતાની વ્યસનની  વસ્તુઓ ખરીદી કરવા મોકલવા નહિ  અને ઘરમાં કે જાહેરમાં સ્મોકિંગ ન કરવું કે જેનાથી પોલીવ સ્મોકર તરીકે અન્ય લોકોને નુકશાન ન થઇ શકે.

બાળકો પાસે તમાકુ મંગાવવું નહીં કે તેમની હાજરીમાં સેવન કરવું નહીં: ડો.મિતેષ ભંડેરી (આરોગ્ય અધિકારી)Vlcsnap 2019 05 30 17H28M00S322

 

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અધિક આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત હું જનતાને એ જ સંદેશો આપવા માંગુ છું કે, બાળકો પાસેથી તમાકું મંગાવવું નહીં, બાળકોની હાજરીમાં તમાકું ખાવું નહીં તથા બાળકો જયાં જોતા હોય ત્યાં તમાકુંનો ઉપયોગ કરવો નહીં જે લોકો તમાકું છોડવા માંગે છે તે માટે અમે ઘણા કેમ્પ આયોજન કરી રહ્યાં છીએ, જે મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબો સાથે રાખી જે તે વ્યક્તિને તમાકુ છોડાવવા માટે મદદરૂપ થાય અને તેને છોડાવવા પ્રયાસ કરીએ છીએ અને તેમાં સારી એવી સફળતા પણ મળી છે. આ ઉપરાંત વર્લ્ડ નો ટોબેકો ડેના મિ રૂપે જે લોકોને તમાકુની લત લાગે છે તેને છોડાવવા માટે અમે શ લેવડાવીએ છીએ જે અમે વર્લ્ડ નો ટોબેકોના દિવસે લેવડાવીએ. વ્યસન મુક્તિના અભિયાનમાં જે લોકોએ વ્યસન છોડી દીધું છે તેના અભિપ્રાયો લઈ તેને રોલ મોડેલ બનાવીએ છીએ અને તેની સકસેસ સ્ટોરી જે લોકો છોડવા માંગતા હોય તેની સાથે શેયર કરીએ છીએ. એટલે એ રીતની અમે ગ્રુપ ચર્ચા કરીએ છીએ અને તેમાંથી જે લોકો તૈયાર થાય છે તેને મેડિકલ કોલેજના સાયેકસ્ટ્રીક ડિપાર્ટમેન્ટમાં એક કેમ્પ ચાલે છે.

કરાવડાવીએ છીએ, તમાકુના સેવનના કારણ કે અનેક રોગો થઈ શકે છે. મોઢા-ગળાના કેન્સર પણ થાય છે તેથી તમાકુનું સેવન ન કરવું તે સૌ માટે હિતાવહ છે.

તમાકુમાં રહેલ નિકોટીન વ્યકિતને અંદરથી ખોખલો કરી નાંખે છે: ડો. હિમાશું ઠકકરVlcsnap 2019 05 30 17H27M29S545

ડો. હિમાશું  ઠકકર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ૧૮ વર્ષથી રાજકોટ ખાતે પોતાની ફરજ બજાવે છે. તમ્બાકુમા રહેલું નીકોટીન છે વ્યકિત ને અંદરથી ખોખલો કરી નાખે છે. અને નીકોટીન પદાર્થ છે. એ કેન્સર માટે જવાબદાર છે. તે શરીર માટે હાનીકારક છે. તેના અનેક જાતના રસાયણો હોય છે. તેનાથી શરીર પર અનેક આડઅસર થાય છે. મગજ, હ્રદય, કિડની, ફેફસા, મોઢુ, અન્નનળી, શ્ર્વાસનળી તથા પર નીકોટીનની આડ અસર થાય છે. જો તમ્બાકુ ની આડ અસર થતી હોય છે. તેનું જો વહેલું નિદાન થાય અને પહેલા જ તબકકામાં જ કેન્સર પકડાય જાય અને તાત્કાલીક સારવાર કરવામાં આવે તો કેન્સર ઇ કેન્સલ નથી અને તેનાથી વ્યકિત નોર્મલ જીવન જીવી શકે છે. જો વ્યકિતને ૬ થી ૭ અઠવાડીયાથી વધારે સમયથી મોંમા ચાંદા હોય અને ડોકટર પાસે સમયસર સારવાર લેવામાં આવે કેન્સર અટકી જાય છે પણ પ્રાથમિક તબકકામાં થવું જરુરી છે. અને તેની સારવાર પણ સમયસર થાય તો તે કેન્સર મટી શકે છે. કેન્સરના બેજીક ચિન્હ અવાજ ઘોઘરો થવો, મોંમા ચાંદુ પડવું, ને ર થી ૪ અઠવાડીયા થવા છતાં રુજ ન આવવી, ગડફામાં લોહી આવવું,  અવાજ બેસીજવું, વ્યકિત ને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી, વધારે પડતું માં બંધ થઇ જવું આ બધા કેન્સરના પ્રાથમીક ચીન્હો હોય જેને વ્યસન તેની માટે છે અને તાત્કાલીક સારવાર મળે તો તેનું સારું પરિણામ આવે છે. મહિલાઓને પણ અનેક રોગો થતાં હોય છે. અને મહીલાઓને પણ કેન્સર જેવા રોગો ઝડપથી થતા જોવા મળે છે. તમ્બાકુમાં રહેલો નીકોટીન પદાર્થ માનવ શરીરમાં જાય એટલે મગજમાં રહેલું ડોપામાઇન નામનું એન્જાઇમ અંતર સ્ત્રાવ રીલીઝ થાય છે. અને તે કાલ્પનીક આનંદ આપે તેથી વ્યકિતને વારંવાર તેની તલપ લાગે અને તેને ફરી પાછું લોકો વ્યસનનું સેવન કરવાની ઇચ્છા થાય અને આમાંથી વ્યકિત નીકળી શકતો નથી.

એટલે વ્યસન મુકી શકતો નથી. વ્યસન કોઇપણ પ્રકારના હોય તેમા સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં માવા: ફાકીનું વધારે છે. તો કુદરતે આપેલી જીંદગી જીવવાની તક આવા વ્યસનને લઇને આ તક ગુમાવવી ન જોઇએ. અને જો વ્યસકત છે તો નિષ્ણાંતો, તબીબોની સલાહ લઇ સપ્લીમેન્ટથી વ્યસનો મુકી પણ રખાય છે. આ સપ્લીમેન્ટ  ઉપરાંત મકકમ મનોબળ અને પોતે અને પરિવારની માટે જીવવા માટેની પ્રેરણા લોકોની અંદર હોવું જોઇએ જીવનમાં જીંદગી એક જ વાર મળે છે તેને વ્યસનના કારણે તેને વેઠવી ન નાખવી જોઇએ.

તમાકુના સેવનથી મોં, ગળા, ફેફસા, અન્નનળીમાં કેન્સર થાય છે: ડો.ઈશ્વરVlcsnap 2019 05 30 17H33M10S508

ડો. ઈશ્વરએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ર૬ વર્ષથી તેઓ ફીઝીશ્યન તરીકે રાજકોટ ફરજ બજાવે છે. તમ્બાકુ ખાવાથી બીડી, સીગારેટ કે અથવા કોઇપણ રીતે સેવન કરવાથી કોઇપણ જાતનો ફાયદો નથી નુકશાન જ છે. લોકોને ટેવ પડી જાય છે પછી છુટતી નથી અને છેલ્લા કેટલા વર્ષો થી ગર્વમેન્ટ પણ પેકીંગ માં ફોટા દર્શાવે છે. તમ્બાકુથી મોં, ગાળા, ફેફસા અન્નનળી અથવા શરીરની અંદરની નળીઓમાં કેન્સર થઇ શકે લોકોઓ બધુ જોઇને પણ સમજતા નથી તમ્બાકુ એ માણસની જીંદગી ને પણ હેરાન કરી નાખે છે. કેન્સરમાં ચાંદી પડે છે. પણ લોકો તેને ઘ્યાન નથી દેતા ને મટી જશે ફેફસાનાં કંઇક પ્રોબ્લેમસ થાય તો તેની ખબર ન પડતી નથી અને જયારે ખબર પડે ને ડોકટર  પાસે આવે ત્યારે મોડું થઇ જાય છે.  ઓપરેશન કરવું પડે કિમોથેરાણી સેક લેવો પડે ૬ થી ૧૦ વર્ષનું જીવન મળી જતાય પણ એનાથી વધારે કોઇ સારું થઇ શકે નહી એટલે વધારે કોઇ સારુ થઇ શકે નહીં એટલે તમ્બાકુથી રોગ થાય છે. તે મટવાની આશા રાખવાની થતી નથી. વધારે સારું એ છે કે તમ્બાકુ નું સેવન ન કરી એ ખાસ મહીલાઓમાં પણ તમ્બાકુ જન્ય વ્યસન હોય છે. તેનાથી મહીલાઓમાં ખાસ હાલ વ્યસનમાં મુંબઇ, દિલ્હી, કલકતા, ચેન્નાઇમાં મહીલાઓ વેસ્ટર્ન કલ્ચર માં લોકો સીગારેટ પીતા હોય કે તમ્બાકુનું સેવન કરતા હોય છે.

સાથે જ મહિલાઓને જે પુરૂષોને થાય તે મહિલાઓને બીમારી થતી જ હોય છે. પણ મહિલાઓને ગર્ભાવસ્થામાં બાળક ઉપર આડઅસર થાય, અથવા પ્રેગનન્સી ન થાય. તેવા બધા પ્રોબ્લમ મહિલાઓને થતા હોય છે. તેથી મહીલા તથા પુરુષ વ્યસનથી દુર રહેવું જોઇએ.

વ્યસનની વાત કરી એ તો લોકોને ધરારી તો કોઇ વ્યસન તો કરાવતા નથી પણ હાલ કોલેજોમાં એક ને વ્યસન હોય તો તે બીજાને પ્રેસર કરે કે તું પણ વ્યસન કર પણ આ વસ્તુ ન થાય તે માટે વ્યકિતએ પોતે જ મકકમ રહેવું જોઇએ હાલ તો એક જ સંદેશ છે. બધી જમ્યાએ પાનનાં ગલ્લા હોય છે. માવાના પેકેટ હોય તે જયા ત્યાં ફેકતા હોય છે. તેથી સ્વચ્છતા અભિયાનમાં પણ રુકાવટ થાય છે. અને વ્યસનથી ફેમીલીમાં પણ નુકશાન થાય છે તેથી વ્યસનથી દુર રહેવું જોઇએ.

માનવમાં થતાં તમામ રોગો કરતાં તમાકુથી થતાં રોગો વધુ: ડો. ગૌરવી ધ્રુવVlcsnap 2019 05 30 17H49M37S267

૩૧મી મે એટલે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’નીમીતે અબતક સાથેની વાતચીતમાં રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ એ જણાવ્યું હતું કેં દર વર્ષે ૩૧મી મેના ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ની ઉજવણી કરીએ છીએ. જે ખાસ તમ્બાકુના કેટલાક ગેરફાયદા છે અને વિશે લોકોમાં જાગૃતિ આવે એ માટે ડબલ્યુએસઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સારો પ્રયાસ છે.

તમ્બાકુના સેવનથી જો આંકડાકીય માહીતી જોઇએ તો તમ્બાકુથી વિશ્ર્વમાં જે મૃત્યુદર નોંધાય છે તેનો દર ટકા દર તમ્બાકુના સેવનથી

થતા રોગને કારણે થાય છે. એટલે બીજા તમામ રોગ એક બાજુ અને આ તમ્બાકુના સેવનથી થતા રોગો એક બાજુ તેમ તમ્બાકુથી થતા રોગોનું પ્રમાણ ખુબ ઉંચુ છે. તમ્બાકુ છોડવું એ સો ટકા આપણા હાથની વાત કહેવાય છે. માટે તમ્બાકુથી થતા રોગો આપણે અટકાવી શકીએ છીએ. તમ્બાકુના વ્યસનના દુષ્ણતા લોકોમાં ફેલાયેલી છે જેની જાગૃતતા લાવવી પણ ખુબ જ જરુરી છે.

તમ્બાકુમાં લગભગ પચ્ચાસથી વધુ હાનિકારક કેમીકલ્સ રહેલા હોય છે. જે શરીરના જુદા જુદા ભાગોમાં કેન્સર કરે છે. તમ્બાકુથી માત્ર મોઢાનું કેન્સર થાય છે તેવી માન્યતાઓ રહેલી છે. પરંતુ મોઢાના કેન્સર સાથે અન્ય કેન્સર થવાના ચાન્સીસ પણ વધી શકે છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખુબ જ વધારે જોવા મળે છે. તે ઉપરાંત ફેફસાનું કેન્સર, સ્વાદુપિંડના કેન્સર, હિરનરી બ્લેડર જેવા કેન્સર તમ્બાકુના સેવનના લીધે થાય છે. તમ્બાકુના સેવનથી માત્ર કેન્સર જ નહિ પરંતુ હ્રદયને લગતી ઘણી બધી બિમારીઓ તમ્બાકુના સેવનથી થાય છે. આ ઉપરાંત તમ્બાકુ ના સેવન કરતાં લોકોમાં હાર્ટએટેક અને મગજમાં જે રકત પહોચાડતી નસો એટલે કે બ્રેઇન સ્ટ્રોક ના પણ ઘણા બધા ચાન્સીસ વધી જાય છે.

જેના કારણે પેરાલીસીસ થવાની શકયતાઓ વધી જાય છે. પુરુષ અને મહિલા બન્નેમાં ઇન્ફરટીલીટી એટલે ગર્ભધારણ કરવાની શકયતાઓ ઘણી જ ઘટી જાય છે. તે ઉપરાંત શરીરમાં કરચલીઓ પડી જાય છે. પેઢાને લગતા રોગો થવાના પણ ઘણા ચાન્સીસ છે તેમજ દાંતમાં પણ તેની અસર જોવા મળે છે.

વર્તમાન સમયમાં સમયમાં મહિલાઓમાં પણ તમ્બાકુ સેવનનું પ્રમાણ વધતું જાય છે. મહિલાઓમાં તમ્બાકુના સેવનથી સૌથી વધુ ગર્ભાસય ધારણ કરવાની પ્રક્રિયા પર વધુ ખરાબ અસર થાય છે. હાલના સમયમાં ઇન્ફસ્ટીલીટી એટલે કે ગર્ભધારણ ન કરી શકે તેવા કેસોમાં પ્રમાણ ખુબ વધારે જોવા મળે છે. સાથો સાથ જો કોઇ સર્ગભા તમ્બાકુનું સેવન કરે તો તેનું બાળક અવતરે તેમાં ખોટ ખાપણ રહેવાની શકયતા ખુબ જ વધી જાય છે. માતા-પિતા અથવા તો વડીલોને તમ્બાકુ સેવન કરવાથી આવનારી પેઢી પણ તેની ખરાબ અસર જોવા મળે છે માટે મહિલાઓએ તો તમ્બાકુનું વ્યસન ન કરવું જોઇએ અને સમાજમાં પણ તેનું દુષણ ન ફેલાય તેવી જાગૃતિઓ લાવવી જોઇએ.

આપણે બધા જાણીએ જ છીએ કે તમ્બાકુના સેવનથી કેટલું નુકશાન થઇ શકે છે. તમ્બાકુ સેવન કરતા હોય એ તો તેની ધીમે ધીમે ઓછું કરવું જોઇએ. અહિયા સીવીલ હોસ્પિટલમાં પણ ડી એડીકશન સેન્ટર ચાલે છે. જેમાં મેડીકલી રીતે વ્યસનમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે સાથો સાથ સમાજમાં પણ વ્યસન મુકિત કે તમ્બાકુ છોડવાની જાગૃતા લાવવી અને સમાજને સ્વસ્થ બનાવવાના પ્રયત્નો કરવા જોઇએ.

વિશ્વ યુઘ્ધમાં વપરાયેલ ગેસ જેવા ગેસ તમાકુમાં હોય છે: ડો. નીતીન ટોલીયા

Vlcsnap 2019 05 30 17H28M57S420

ડો. નીતીન ટોલીયા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુેં હતું કે તેઓ પોતે છેલ્લા રપ વર્ષથી એશ્ર્વર્યા કેન્સર ખાતે પોતાની ફરજ બજાવે છે. તમ્બાકુ જન્ય રોગો અનેક પ્રકારનાં છે તેમાં ફેફસાના રોગો, કેન્સર, હ્રદગરોગ, આ ત્રણ સવથી વધારે કોમન રોગ થતાં હોય છે. બીજા અન્ય રોગો જેવા કે લીવરનાં પેટનાં રોગો પણ તમ્બાકુથી થતાં હોય છે. તમ્બાકુની અનેક અણઅસર શરીર પર થતી હોય છે. તમ્બાકુ એ એક તત્વ નથી અનેક વસ્તુનું મીશ્રણ છે. તેના અનેક પ્રકાર ના હાઇડ્રોકાર્બનસ રહેલા હોય છે અને એક નીકોટીન નામનું તત્વ હોય છે આ નીકોટીન એ લોકોને વ્યસનની તલબ જગાડે છે. અને અન્ય રહેલા હાઇડ્રોકાર્બનસ જે કાર્બનીક સંયોજનો કહેવાય એ ખરેખર હાનીકારક છે અને તે કેન્સર ને નોતરે છે આ સિવાય ઘણા બધા ઝેરી ગેસો જેવા કે બીજા વિશ્વ યુઘ્ધોમાં વપરાયેલા ગેસો જેવા ગેસો પણ તમ્બાકુમાં હોય છે. એટલ. તમ્બાકુ અનેક રીતે હાનીકારક છે અને દર્દીઓ જો શરુઆતનાં તબકકામાં જ પોતાની સારવાર કરાવે છે. તો જ તેને સારુ પરિણામ મળી શકે અને આનો અર્થ એ નથી કે તમ્બાકુ ખાય તે સારવાર કરાવી તો સારુ થઇ જાય અંતે આ સારવાર પછી પણ ઘણી બધી અપંગ તા રહી જતી હોય છે. કેટલા ખર્ચાઓ કરવા પડે છે. અને કેટલા કવોલીટી ઓ લાઇફના પ્રોબ્લેમ્સ થાય છે. એટલે તમ્બાકુથી દુર જ રહેવું મહીલાના વ્યસનથી મહિલાને પણ કેન્સર જેવા રોગો થાય છે. પણ મહિલાઓ માં વધારે વ્યસનથી સ્તન કેન્સર થતા હોય છે. ને ઘણી બધી મહિલા ઓ નિર્દોષ રીતે વ્યસનના શિકાર થતી હોય છે કે તેમના પતિ જે ચોવીસ કલાક બીડી પીતા હોય તો તેની સાથે એક રુમમાં રહેવાથી તેને પણ તે તમ્બાકુની આડ અસર થતી હોય છે. જેને સ્પેશીવ સ્મોકીંગ કહેવાય છે.

તેનાથી ફેફસાના કેન્સર થઇ શકે છે. ને તમ્બાકુ જન્ય રોગથી બચવા લોકોને જાગૃતતા લાવવી જોઇએ ને લોકોને પોતે સમજવું જોઇએ.

તમ્બાકુ થી તે પોતાને જ નહીં પણ સમાજને પણ નુકશાન પહોચાડે છે. મોં, ગળાના કેન્સર, ફેફસાના કેન્સર થતા હોય છે. ને નાની ઉમંરે આ વ્યસનથી તે પોતાની જીંદગી ટુકાવે છે ને વ્યસન ન છુટતું હોય તો ઘણી બધી દવાઓ આવે છે. ઘણા બધા એવા સેન્ટરો છે. મનોવિજ્ઞાન પાસેથી સલાહ લેવાથી પણ વ્યસન માંથી છુટકારો મળી શકે છે. તેમનો ખાસ સંદેશ કે મો ગળાના કેન્સર હાલ સૌરાષ્ટ્રમાં વધારે જોવામાં આવે છે. ફેફસાના , અન્નનળીના કેન્સરમાં તમ્બાકુ પરોક્ષ કે પ્રત્યેક્ષ રીતે જવાબદાર છે જેથી કોઇપણ પ્રકારના વ્યસન થી દુર રહેવું અને તંદુરસ્ત જીવન જીવવું જે સમાજ અને કુટુંબ માટે ફાયદા કારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.