Abtak Media Google News
  • સિવિલ હોસ્પિટલના લાભાર્થે
  • વધુમાં વધુ રકતદાતાઓને રકતદાન કરવા સંસ્થાનો અનુરોધ: આયોજકોએ લીધી અબતકની મુલાકાત

રાજકોટમાં સામાજીક શૈક્ષણિક તેમજ પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક પ્રવૃતિઓ કરતી સંસ્થા આર્યા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.1 જુનને શનિવારે 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે આવેલ શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિર ખાતે સિવીલ હોસ્પિટલના જરુરીયાત મંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બની રકતદાન મહાદાનના કાર્યમાં જોડાવા માટે અનુરોધ કર્યો છે.

રકતદાન અંગેની વિગત આપવા ડો. ભાવનાબેન કકકડ (પ્રમુખ), ડો. દેવભાઇ વીઠલાણી (ટ્રસ્ટી), મહેશભાઇ શુકલ (ટ્રસ્ટી), રાજેન્દ્રકુમાર (ટ્રસ્ટી), તેમજ ત્રિમુર્તિ બાલાજી મંદિરના પુજારી દિનેશબાપુ, ભગીરથ બાપુ તથા કચ્છ ખાવડાવાળા આશિતભાઇ કકકડએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.