Abtak Media Google News

રકતદાન શિબિરમાં ૧૪,૪૦૦ બોટલ એકત્રીત કરવામાં આવી

શહેરમાં કોરોના વાયરસની મહામારીને લીધે બ્લડ ડોનેશન ઓછા પ્રમાણમાં થતા કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ અને જય સરદાર યુવા ગ્રુપ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪,૪૦૦ બોટલ રકત એકત્રીત કરવામાં આવ્યું હતું.

કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ અને જય સરદાર યુવા ગ્રુપ દ્વારા શહેરના બોલબાલા માર્ગ પર ગાયત્રીનગર વિસ્તારના સામેની સાઇડમાં આવેલા ગીતાંજલી પાર્કમાં રકતદાન શિબિર યોજવામાં આવેલ જેમાં માનવતા જેના લોહીમાં વહે છે. તેવા ગીતાંજલી પાર્કના ૪૮ યુવાન ભાઇઓ-બહેનો સહિતના રહેવાસીઓએ થેલેસેમીયા પીડિત બાળકો સહિતના દર્દીઓને ઉપયોગી થાય તે માટે રકતદાન કરીને ઉમદા નાગરીક ધર્મ બજાવેલ છે. રકતદાન શિબિરમાં એકત્ર થયેલ ૧૪,૪૦૦ સીસી રકત રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવેલ રકતદાતાઓ માટે કોફી, બીસ્કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનની સફળતા માટે શૈલેષભાઇ સખીયા, ભાવિનભાઇ ખોયાણી, રજનીભાઇ સોરઠીયા, શીતલબેન ખોયાણી, અશોકભાઇ લાખાણી, કેશુભાઇ નડીયાપરા, પરેશભાઇ ઢોલરીયા, સંજયભાઇ સુદાણી, કૌશિકભાઇ અકબરી, સમીર સગપરીયા, પરાગ પાનસુરીયા, અજય વેકરીયા, દિપક કોરાટ, મુકેશ ઢોલરીયા સહિતના સેવાભાવીઓ કાર્યરત રહેલ થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમીતીના અનુપમભાઇ દોશીએ તમામ રકતદાતાઓ અને આયોજકોનો આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.