Abtak Media Google News

ઉપલેટામાં જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશથી બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા શહેરની સીવીલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાંઆવેલ હતા તેમાં ૩૦ જેટલી બોટલ રકતદાતાઓએ રકતદાન કરેલ હતુ.

આ તકે શહેર બ્લોક હેલ્થ ઓફીસર લલીત વાઢેરે જણાવેલ કે ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ તેના ભાગ ‚પે ઉપલેટામાં પણ આયોજન કરવામાં આવેલ છે. આ તકે સીવીલ સુપ્રીડેન્ટર ડો. મેહુલ કણસાગરા, વિશ્ર્વાસ હોસ્પિટલના સર્જન ડો. રોહિત ગજેરા, ડો.કાલરીયા, વાળા પટેલ સહિત ડોકટરો હાજરરહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.