લોહીનો કલર લાલ નહીં પણ વાદળી: અજાયબી જેવું દરિયાઇ જીવ ‘ઓકટોપસ’

પેસિફીક મહાસાગરમાં ૩૦ ફુટ લાંબા પગવાળા વિશાળ ઓકટોપસ જોવા મળે છે. જયારે બ્લ્યુરીંગ ઓકટોપસ સૌથી તીવ્ર ઝેર પેદા કરે છે. અમુક તો કોચિડાની જેમ સંગ બદલી

શકે અને કેટલાક ભય લાગે ત્યારે રંગીન પદાર્થનો ફૂવારો છોડીને પાણી કાળુ કરી નાખે છે: દુનિયામાં વિવિધ પ્રજાતિના ૩૦૦ ઓકટોપસ જોવા મળે છે

 

દરિયાઇ પેટાળમાં કરોડો જીવ પ્રાચિન કાળથી પાણીમાં જીવી રહ્યા છે. માછલી, મગર સિવાયના અસંખ્ય જીવો જેને આપણે કયારેય જોયા પણ નથી તે પણ આદીકાળથી દરિયાઇ પેટાળમાં જીવન વ્યતિત કરે છે. આવું જ એક અજાયબી જેવું ‘ઓકટોપસ’ પણ દરિયાઇમાં પોતાની જીવનયાત્રા જીવી રહ્યું છે. દુનિયામાં હાલ ૩૦૦ થી વધારે પ્રજાતિના ઓકટોપસ દરિયામાં દુનિયાભરમાં જોવા મળી રહ્યા છે. જળચર પ્રાણીઓ તેના અટકાર ને લઇને આપણને કુતુહલ લાગે છે.

દુનિયાભરના દરિયાઇ જીવોમાં આ આઠ પગવાળું ઓકટોપસ એક અજાયબી જેવું છે. તેના શરીર ફરતાં સર્પાકારે આઠ પગ ફેલાયેલા જોવા મળે છે. સૌથી વિચિત્ર વાત એ છે કે ઓકટોપસના લોહીનો રંગ લાલ નહીં પણ વાદળી છે. તે તેની ગોળકાર માથુ અને મોટી આંખો ઘણું જ ચિત્ર-વિચિત્ર કે બિહામણું લાગે છે. દરિયાઇ જીવોમાં તેની બુઘ્ધિશાળી જળચર તરીકેની ગણના થાય છે. પેરિફિક મહાસાગરમાં તો ૩૦ ફુટ લાંબા પગવાળા  વિશાળ ઓકટોપસ જોવા મળે છે. દુનિયામાં સૌથી ઝેરી ઓકટોપસ બ્લ્યુરીંગ જાત છે, તે ખુબ જ તીવ્ર ઝેર પેદા કરે છે. અમુક ઓકટોપસ કાંચિડાની જેમ રંગ બદલી શકે છે તો કેટલાક તેને ભય લાગે ત્યારે રંગીન પદાર્થનો ફૂવારો છોડીને સમગ્ર પાણીને કાળુ કરવાની ક્ષમતા ધરાવે છે.

વિવિધ જાતના ઓકટોપસની વિશેષતા અલગ અલગ જોવા મળે છે. ઓસ્ટ્રેલીયાના દરિયા કાંઠે જોવા મળતા ઓકટોપસના પગમાં ઝેરી ડંખ હોય છે. ઓકટોપસ પાણીમાં જ રહેતું હોવા છતાં તે દરિયામાં ઝડપથી તરી શકતું નથી અમુક તો દરિયાના તળિયે કાદવમાં જ જીવન પુરુ કરી નાંખે છે. શિકારીથી બચવા તે અવનવી તરકિબો કરે છે અમુક સમયે વનસ્પતિનો આકાર ધારણ કરીને સ્થિત પુરી થઇ જાય છે. ઓકટોપસ વિવિધ રંગોના તો કેટલાક પંચરંગી પણ જોવા મળે છે. જળચરોમાં હાડકા વિનાનો આઠ પગવાળો ઓકટોપસ એક માત્ર જીવ હશે. તેના ગોળાકારમાંથી ચારે તરફ ફેલાય શકવાની ક્ષમતા ધરાવતા આઠ પગ જેમાં બન્ને તરફ શોષણ ગ્રંથિઓ પણ હોય છે. ગમે તેવી સાંકડી જગ્યામાં ઘૂસવાની તેની શકિત ગજબ હોય છે. તેને આગળના ભાગે પોપટ જેવી મજબૂત ચાંચ હોય છે. માથામાં જ મોટી ગોળાકાર બે આંખ હોય છે. શિકારને પકડવા તેના ૮ પગનો સઁપૂર્ણ ઉપયોગ કરીને મજબુત પકડ બનાવે છે.

ઓકટોપસની શરીર રચના તેના દેખાવ જેવી જ વિચિત્ર છે તેને કુદરતે ત્રણ હ્રદય આપેલા હોય છે. મોટું ઓકટોપસ હોય તો તેનું વજન ૧પ કિલોને ચાર મીટરનો ઘેરાવો જોવા મળે છે. માદા ઓકટોપસ એક સાથે બે લાખ ઇંડા મુકે છે. તે ખુબ જ બિહામણો લાગે પણ ખુબ જ ડરપોક હોય છે. અમુક  પ્રજાતિના ઓકટોપસ એક કલાકમાં ૧૭૭ વખત રંગ બદલી શકે છે, સાથે શરીરનો આકાર પણ બદલી શકે છે.

પાણી બહાર તેનો આકાર બદલાય જાય છે. તેનો પ્રિય ખોરાક કરચલા, ઝિંગા અને માછલીઓ છે. ઓકટોપસ મોટાભાગે રાત્રે જ પોતાનો શિકાર કરે છે. અમુક સમયે તીવ્ર ભુખ લાગી હોય ત્યારે તેના સાથી મિત્રોનો ખોરાક બનાવે છે, અને પોતાના જ પગ તોડીને પણ ખાય જાય છે. તેના ૮ પગ હકિકતમાં છ હાથ અને બે પગ હોય છે. તેને નગ મગજ આપેલા છે. માદા સમુદ્રના ખડકોની અંદર ઇંડા મુકે છે. ઇંડાનો આકાર ચોખાના દાળા જેવો હોય છે. જન્મ પામીને પુખ્તાવસ્થા સુધી તો માત્ર ચાર-પાંચ ઓકટોપસ હોય છે. દુનિયામાં સૌથી નાનો ઓકટોપસે ‘વુલ્ફી’ છે જેનું વજન માત્ર એક ગ્રામ છે. સૌથી મોટો પ૦ કિલોનો પ્રેરિફિક એકટોપસ હોય છે. દુનિયાભરમાં અત્યાર સુધી સૌથી મોટો એકટોપસ કેનેડામાં જોવા મળેલ જેનું વજન ૨૭૨ કિલો હતું તેના હાથ-પગ ૧૦મીટર જેટલા લાંબા હતા. આ વિચિત્ર જળચરનું આયુષ્ય માત્ર ચાર વર્ષનું હોય છે. દેખાવે વિચિત્ર લાગતા ઓકટોપસ સ્વભાવે બહુ જ ક્રુર હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઇ શકે છે. તે જેલી જેવો દેખાતો નરમ દરિયાઇ જીવ છે. ઓકટોપર માત્ર રાત્રીના જ એકિટવ રહે છે. અને પૃથ્વી પરનાં દરેક ઉષ્ણ સમુદ્રમાં જોવા મળે છે. તેનું શરીર ૧૦ કે ર૦ થી રપ લાંબુ  પણ જોવા મળે છે. તેના લાંબા હાથ-પગ તેને મુશ્કેલીમાં રક્ષણ માટે ખુબ જ કામ આવે છે. દરિયાના પેટાળમાં તે પહાડો સાથે ચોંટીને રહે છે જે તેનું આશ્રય સ્થાન ગણાય છે.

મોટાભાગે ઓકટોપસ જાુથમાં રહેવાનું પસંદ કરે છે તે મુખ્યત્વે માંસાહારી હોવાથી દરિયાના નાના-મોટા જીવને ખાય છે. નર ઓકટોપસને બે પ્રજનન ગ્રંથિ તેમજ માદા ને બે પ્રજનન નળી હોય છે. માદા શરીરનાં ઉપરના કવચમાં ઇંડા સેવે છે, જે પૂર્ણ થયે ઇંડામાંથી બચ્ચા બહાર નીકળે છે. પ્રાચિન ભારતમાં તેને ‘અષ્ટબાહું’ તરીકે ઓળખતા હતા. તેના ત્રણ હ્રદય પૈકી બે હ્રદય લોહી બનાવવાનું કામ કરે છે જયારે બાકી રહેલ હ્રદય લોહીને શરીરનાં વિવિધ અંગોને પહોચાડે છે.

ત્રણ હ્રદય, આઠ હાથ અને નવ મગજ ધરાવતું અદભૂત જીવ

વિશ્ર્વમાં હજારો લાખો જીવ છે પરંતુ તેમાંથી કેટલાક ચિત્ર વિચિત્ર છે જેમાં ઓકટોપસ ટોપ પર છે કારણ કે તેને ત્રણ હ્રદય, આઠ હાથ અને નવ મગજ હોય છે. તે હાડકા વગરનું નરમ જેલી જેવું દરિયાઇ જીવ છે. તેની વિવિધ ૩૦૦ જાત જોવા મળે છે. પ્રાચિનમાંથ ‘અષ્ટબાહું’ તરીકે ઓળખાતા ઓકટોપસને ભૂખ લાગે ત્યારે તે પોતાનો હાથ કે સાથે રહેતા બીજા ઓકટોપસને ખાય જાય છે. અમુક ઓકટોપસ ઝેરી હોવાથી તેના એક ડંખથી માણસનું મોત થાય છે. વૈજ્ઞાનિકો તેને સમુદ્રનો રાક્ષસ પણ કહે છે. બિહામણું શરીર ધરાવતા ઓકટોપસ માદ એક લાખ ચોખાના દાણા જેવા ઇંડા મુકે છે. તે ખુબ જ બુઘ્ધી શાળી જળચર પ્રાણી છે. દરિયામાં શિકારીથી બચવા આકાર, કદ, રંગ વિગેરે પળવારમાં ઓકટોપસ બદલી શકે છે. દુનિયામાં એક ગ્રામનો નાનો ‘વુલ્ફી’ ઓકટોપસ પણ જોવા મળે છે. ખોરાક માટે દરિયા કાંઠે વધુ આવતો જોવા મળે છે.