Abtak Media Google News

હાલ રકતદાન કેમ્પ શકય ન હોય તંદુરસ્ત યુવાનોએ રકતદાન કરવા અનુરોધ 

આપણાં રાજકોટમાં પવર્તમાન કોરોના મહામારીના પગલે તથા અન્ય રૂટીંગ મેડીકલ સારવારમાં લોહીની તીવ્ર અછત વર્તાઇ રહી છે. શહેરની તમામ બ્લડબેંકોમાં લગભગ બધા ગૃપોની અછત છે ત્યારે શહેરની લાઇફ બ્લડ સેન્ટરે છેલ્લા ત્રણ દિવસમાં જ 382 દર્દીઓને રકત પુરૂ પાડયું છે.

Advertisement

લાઇફ બ્લડ સેન્ટરના એકઝિકયુટીવ મેનેજીંગ ટ્રસ્ટી મિતલ કોટીચા શાહે જણાવેલ છે કે હાલ કોરોનાને કારણે રકતદાન કેમ્પ શકયના હોવાથી સ્વેચ્છીક રકતદાતાઓ જાતે જ બ્લડબેંકમાં રકતદાન કરીને દર્દીઓને સહાય ભૂત થવા અનુરોધ કરાયો છે. હાલ બધી જ બ્લડ બેંકમાં લોહીની તીવ્ર અછત છે. ત્યારે યુવાનોએ રકતદાન કરવા લાઇફ બ્લડ સેન્ટરે અનુરોધ કર્યો છે. પર્વતમાન કોરોના મહામારીમાં 2222 જેટલા થેલેસેમિયાના ટેસ્ટ લાઇફ બ્લડ સેન્ટરો કર્યા છે.

લાઇફ બ્લડ સેન્ટરનાં ડો. સંજીવ નંદાણી અને ડો. નિશિથ વાછાણીએ જણાવેલ છે કે જે લોકોને કોરોના નેગેટીવ થયા બાદ 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરવું જરૂરી છે. તેના ડોનેશનથી અન્યનું જીવન બચી શકે છે. લાઇફ બ્લડ બેંકે બુધવારે 130, ગુરૂવારે 128ને શુક્રવારે 124 મળી કુલ 382 બ્લડ ટુનિટ દર્દીઓને પુરૂ પાડેલ છે. લાઇડ બ્લફ સેન્ટરે થેલેસેમીયાના ગરીબ દર્દીઓ તથા અન્ય દર્દીઓને રકત પુરૂ પાડેલ છે. લાઇફ બ્લડ બેંક 24 કલાક કાર્યરત છે. રકતદાતાઓ રકતદાન કરીને માનવ ધર્મ બજાવવા અનુરોધ કરાયો છે. પવર્તમાન પરિસ્થિતી માં બ્લડબેંકો પોતાની રીતે અથવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે યુવા રકત દાતાઓ રકતદાન કરીને કોરોના મહામારીમાં તેના તથા અન્યો જરૂરિયાત દર્દીને સહાયભૂત થવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.