Abtak Media Google News

મહામારીને નાથવા સરકાર ગંભીર બની તત્કાલ પગલા લ્યે 

ઇન્જેકશનના ભાવનું બાંધણું કરો: કોંગી કોર્પોરેટર દાઉદાણી 

રાજયમાં રેમડેસીવીરના ઇન્જેકશનના કાળા બજાર કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને ભાવ બાંધણુ કરવા કોંગ્રેસ કોર્પોરેટર  મકબુલભાઇ દાઉદાણીએ માંગણી કરી છે.રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના  કોર્પોરેટર  મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે કોરોના મહામારીએ બીજી વખત ભરડો લીધો છે ત્યારે અનેક લોકોએ સરકારની લાપરવાહીથી જીવ ગુમાવવા પડ્યા છે તેમજ સરકાર દ્વારા ચુંટણી બાદ કોરોના મહામારીના વધતા આંકડાઓ જોઈ કોઈ જ ગંભીરતા દાખવી નથી અને લોકોના જીવ ખતરામાં મુક્યા છે.

Advertisement

એક તરફ મહામારી ભરડો લઇ રહી છે અને બીજી બાજુ સરકાર દ્વારા દર્દીઓને પડતી હાલાકી સામે કોઈ જ કામગીરી કરી નથી, ગુજરાતના રાજયનાં  વાસ્તવિકતા કઈક બિહામણી સ્થિતિમાં છે રોજ બરોજ દર્દીઓના મોત થવા, દવાની અછત, ડોકટરો અને સ્ટાફની ઘટ તેમજ અપૂરતું મહેકમ અને નબળું મેનેજમેન્ટ આ તમામ કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ સરકારની લાપરવાહીથી જાન ગુમાવવી પડી રહી છે  દર્દીઓ દાખલ છે તે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ની સુવિધા પૂરતી નથી , દવાઓ પૂરી નથી  ત્યારે સરકાર કોરોના મહામારીને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ ગઇ હોવાનું જણાવ્યું છે.

તેમણે  વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીમાં દર્દીને અકસીર ઈલાજ કરતા જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેક્શન ની કૃત્રિમ અછત ડ્રગ માફિયાઓએ ઉભી કરી છે અને જેને પરિણામે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની સ્થિતિ બિહામણી બની છે તેમજ રૂ.900 ની કીમતના ઇન્જેક્શન રૂ. 5500, 6000 થી  રૂ.75 00 સુધી કાળાબજારમાં ખરીદવા પડે છે ત્યારે સરકાર કુંભકર્ણની નિંદ્રાધીન છે  આ મામલો અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે  રેમડેસીવીરના ઇન્જેકશનો નો ભાવ સરકાર દ્વારા નિયત કરવામાં આવે , કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી આવે , લેબોરેટરીમાં ટેસ્ટીંગ થતા રીપોર્ટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સિવિલ હોસ્પિટલ સાથે લીંકઅપ કરી પોઝિટીવ દર્દીની વિગતો રીયલ ટાઈમ તંત્રમાં જાણ કરવામાં આવે , એન્ટીજન ટેસ્ટીંગની કીટો ક્યાંય ખૂટે નહી તેવી વ્યવસ્થા કરવામાં આવે  તમામ પ્રકારની દવાઓનો સ્ટોક ડે ટુ ડે મેઇન્ટેન કરવામાં આવે અને હોસ્પિટલો માં ઘટતા સાઘનો  સામગ્રી તેમજ એસેસરીઝની શોર્ટેજ પડે નહી તેનું ધ્યાન રાખવામાં આવે, પીપીઈ કીટ મંગાવવામાં આવે, અને જીએમએસસીએલ દ્વારા કરવામાં આવતી ખરીદીઓ પર રીયલ ઓડીટ થાય, લેબોરેટરીની સંખ્યામાં વધારો કરવામાં આવે, આ સહિતની માંગણીઓ માટે મકબુલભાઈ દાઉદાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.