Abtak Media Google News

શનિ-રવિ સયાજી હોટેલ ખાતે વિવિધ કંપનીના સ્ટોલની મુલાકાત લેવા અનુરોધ: ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહીતી

રાજકોટના આંગણે બીએનઆઇ દ્વારા ભવ્ય બિઝનેસ એકસ્પોજી આયોજન સયાજી હોટલ ખાતે તા. 17 અને 18 શનિ-રવિવારના રોજ કરાયું છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા કશ્યપ ચોટાઇ, રાજેશ સવનીયા, પ્રેમલ મહેતા, તુષાર ઉદેશી, કૃણાલ કલ્યાણી, નિરવ ભટ્ટી વિગેરેએ ઉપસ્થિત રહી આ એકસ્પોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

Advertisement

તા. 17-18 ડિસેમ્બરના રોજ બી.એન.આઇ. રાજકોટના ચેપ્ટરો દ્વારા બિઝનેસ એટલે કે બી-ર-બી એકસ્પો આયોજીત કરવામાં આવેલ છે. રાજકોટમાં એસ.એમ. ઇ.એસ. તેમજ એન્ટર પ્રિમિયર દ્વારા બી.એન.આઇ. ના 10 ચેપ્ટરમાંથી આ આયોજન કરવામાં આવેલ છે. આ એકસ્પોમાં એન્ટ્રપ્રિનર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, હોસ્પિટલ, સર્વિસ ઓનર્સ, ઓટોમોબાઇલ, આઇટી, એડવાર્ટાઇઝીંગ સ્ટુડન્ટ વિઝા ઇમીગ્રેશન, જવેલર્સ, ટુર્સ એનડ ટ્રાવેલ્સ, લાઇફ સ્ટાઇલ, પ્રિન્ટીંગ હાર્ડવેર, પેકેજીંગ, ફર્નીચર, મેડીકલ તેમજ ફાઇનાન્સિયલ કંપનીના વિવિધ સ્ટોલ્સ છે.

એલીગન્થ વેલ્થ – મોતી ઓશવાલ ગ્રુપના બી-ર-બી એકસ્પોના મેઇન સ્પોન્સર છે. રાજકોટની મઘ્યમાં સયાજી હોટલ ખાતે આ એકસ્પોનું બન્ને બેન્કવેટમાં સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમજ બીઝનેસમેનને નેટવકીંગ થઇ શકે તેના માટે આયોજન પણ કરવામાં આવે છે. જે સ્ટોલ હોલ્ડર્સ નથી તેવા મેમ્બર્સને પણ કોર્પોરેટ કંપની, સેમી ગવમેન્ટના કોન્ટેકટ તેમજ રાજકોટની ખ્યાતનામ કંપની ત્યાં પરિસરમાં નેટવકિંગ માટે તેમજ બી-ર-બી માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સ્ટુડન્ટસને સ્ટાર્ટઅપ પ્રોજેકટસ તેમજ ફાઇનાન્સને લગતા દરેક સ્ટાર્ટઅપના સોલ્યુશન્સ તેમજ તેને લગતા દરેક પ્રશ્ર્નો માટે સી.એસ. – સી.એ. ના સચોટ માર્ગદર્શન માટેનું આયોજન છે. યુનિવર્સિટી, કોલેજ તેમજ બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા લોકો માટે આ એકસ્પોની વીઝીટ તેમના માટે સુવર્ણતક છે.

રાજકોટના પ્રિમિયમ બિઝનેસમેન, એન્ટ્રપ્રિનયર્સ તેમજ પ્રોફેશ્નલ બિઝનેસ ગ્રુપ માટેનું સુંદર અને સચોટ આયોજન તા. 17-18 ના રોજ સયાજી હોટલ ખાતે કરવામાં આવેલ છે. રાજકોટની જનતાને આ એકસ્પોની વિઝીટ લેવા માટે ભાવભર્યુ આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.