Abtak Media Google News

ડીસ્કો લાઇટીંગ ટ્રી, જીંગલ બેલ, શાન્તા કલોઝના ડ્રેસ, સ્ટેચ્યુ ટોપી, એક ફુટથી 1ર ફુટ ઉંચાઇના ક્રિસમસ ટ્રી જેવા વિવિધ આઇટમોનો ખજાનો

વિશ્વભરમાં તા. રપ ડીસે. ના રોજ નાતાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને તા. 1 જાન્યુઆરીએ ન્યુયરની ઉજવણી થાય છે. જે અંતગત ખાસ ક્રિસમસ અને ન્યુયરને ઘ્યાને રાખીને અવનવી ડેકોરેશન આઇટમો નવી નવી આવે છે. વળી કોઇપણ તહેવાર હોય કે ખાસ ડે હોય તેની ઉજવણી માટે દરેક ચીજવસ્તુઓની ભરપુર વેરાયટીઓ માટે જોહરમાં ઉપલબ્ધ હોય છે.

નાતાલ અને ન્યુયરના ડેરોરેશન માટે અહીં ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ વાળા યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ તથા જોહર ગેલેરી પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે, કાલાવડ રોડ વાળા જોહરભાઇએ જણાવ્યું કે આ વર્ષ કિસમસ તથા ન્યુયર ના તહેવારના મતે અમારે ડેકોરેશન ચર્ચ, સ્કુલ, કોલેજો, રેસ્ટોરન્ટ, શોરૂમ ઘર, હોટલો વી.ને સજાવવા માટે લાઇટીંગ ફાયબર ટ્રી, જીંગલ બેલ, જુમ્મર બેલ, મીરર બોલ પાય સાઇઝના, ક્રિસમસ તથા ન્યુયર લખેલ ગીલ્ટરવાળા તથા સાદા બેનરો કેન્ડલ સેન્ટેડ, શાન્તા કલોઝના મ્યુઝીકલ તથા ડાન્સીંગ કરતા સ્ટેચ્યુ અલગ અલગ સાઇઝના એક ફુટથી લઇને 1ર ફુટની ઉંચાઇ વાળા ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીને ડેકોરેશન કરવા માટે મેટાલીક બોલ, શાંતા કલોઝની લાકડી, ટોપી, ફેઇસ, સ્ટાર ગીફટ બોકસ,  પાઇન, જીંગલ બેલ, મોજા, બેગ, સ્પે. બોકસમાં મીકસ વેરાયટીના મીની, મીડીયમ, જેમ્બો ગીફટ સેટ આવેલ છે. જેમાં મીકસ આઇટમો ડેકોરેશન કરવાની હોય છે.

શાન્તા કલોઝના ડ્રેસ એક વર્ષથી ફુલ સાઇઝના આવેલ છે. શાન્તા ટોપી, બહાર લગાડવા માટે સ્ટાર, પોપ્પ સ્ટાર મેટાલીક બોર્ડના સ્ટાર, ભગવાન ઇસુના તથા મેરીના ફોટા વાળા સ્ટાર, ક્રિસમસ અને ન્યુયર માટે મ્યુઝીકલ લાઇટીંગવાળા ડોમ, અલગ અલગ સાઇઝના પાઇપ ટ્રી, પોલીસ્ટોન શોપીંસ, લાઇટીંગ કેન્ડલો, કાચનો ડોર ઉપર લાગડવા માટે ના ક્રિસમસ ન્યુયર લખેલ પોસ્ટરો  વિવિધ મેટાલીક (ટીન સેલ) જાલરો, મેટાલીક પરદાઓ ડેકોરેટ કરેલ અલગ અલગ સાઇઝના રીંગો, ડેકોરેશન નેટ, દિવાલ ઉપર તથા છત ઉપર લગાડવા માટે ચેઇનવાળા ડેકોરેશન કરેલ જીંગલ બેલ સાથે શાન્તા કલોઝવાળા ભવ્ય વેરાયટીઓમાં આવેલ છે.

થર્મોકોલના સાઇન બોર્ડ ઝરી લગાડેલ, મેટાલીક સાઇનીંગ વેલ, સોફટ ટોયઝના શાન્તા કલોઝ, ટ્રીમાં લગાડવા માટે ડેકોરેટ કરેલ ચેઇન, સ્નો મેઇન, શાન્તા કલોઝનો થેલો, ક્રિસમસ અને ન્યુયર આ બન્ને મહત્વા દિવસોમાં ગીફટ આપવાનો ટ્રેન્ડ ચાલે છે. તા. રપ ડિસેમ્બર ભગવાન ઇશુના જન્મને વધારવા માટે ખ્રિસ્તી સમાજના લોકો ડેકોરેશન આઇટમો અમારે ત્યાંથી ખરીદી કરે છે. પણ સાથો સાથ શહેરીજનોમાં પણ ઉત્સાહ છે. જેથી નાતાલ અને ન્યુયર સમગ્ર લોકો ડેકોરેશન આઇટમો ખરીદી કરી રહ્યા છે. હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે. દરેક જગ્યાએ ડેકોરેશન કરવાની શરુઆત થઇ રહી છે.

અમારા શો રૂમમાં ક્રિસમસ તથા ન્યુયરના આઇટમો ડેકોરેશન ની સ્પે. ડીસ્પલે કરવામાં આવેલ છે.અમારે ત્યા સ્પે. ક્રિસમસ તથા ન્યુયરના કાર્ડર્સ પણ સંખ્યાબંધ ડીઝાઇનોના આવેલ છે.કાર્ડસની પણ અમુક વર્ગ ખરીદી કરે જ છે જે આજના વોટસઅપના જમાનો છે તે પણ કાર્ડસનું ચલન ચાલુ જ છે. ક્રિસમસ અને ન્યુયર પ્રસંગે ખાસ કીચેઇન, પાણીની બોટલ, મગ સ્પે. ફોટાવાળી આવેલ છે. સેલીબ્રેશન પેકીંગમાં ચોકલેટ આવેલ છે. શાંતા કલોઝ એરબ્લુન લાઇટવાળા આવેલ છે. રેશન બોલ, રેડ એપલ, પાઇન ફુટ, ડોટેડ સ્ટાર, ગોલ્ડન દોરી રેશમ બોલ, ફેન્સી ટ્રી ટોપ સ્ટાર, ત્રીપલ બેલ વીથ ચેઇન, સ્નોબેલ, રીગ વીથ બેલ, ન્યુયર સ્લીપ, શાન્તા કલોઝની દાઢી,  ડ્રમ, ચોકલેટ આટીફીસીયલ  ટ્રીમાં લગાડવા માટેની અમારા જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં આપને ક્રિસમસ તથા ન્યુયર 2023ને આવકારવા માટે ડેકોરેશનની દરેક આઇટમો નવાજ પ્રકારની મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.