Abtak Media Google News

45 વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા ડિજિટલ પ્રિન્ટ્સના અદભુત ગારમેન્ટસ ફેશન શોમાં દર્શકોને કરશે દંગ

રાજકોટની ટોચની  ફેશન ડીઝાઈન સંસ્થા ઈંઋઉંઉ  દ્વારા 18 ડિસે. રવિવારે નિરાલી પાર્ટી લોન્સ રાજકોટ ખાતે  અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ઝાકમઝાળ અને ભવ્ય ફેશન શો યોજાઈ રહ્યો છે આ ફેશન શોને ડિજિટલ વાઇબ્રન્સ ’22  ફેશન શો નામ આપવામાં આવ્યું છે. 13થી પણ વધારે સિક્વન્સમાં ડિજિટલ પ્રિન્ટસના સથવારે રોયલ લુક અને ટચ  આપવામાં આવ્યો છે અને દરેક સિક્વન્સના કોસ્યુમને દેશની ટોચની મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવશે.

Advertisement

રાજકોટ ની નંબર વન ફેશન ડિઝાઇન ઇન્સ્ટીટ્યુટ  તરીકે ગણાતી ઇન્સ્ટીટ્યુટ ઓફ  ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા આ ફેશન શોમાં રાજકોટના ઇતિહાસનો સૌથી ભવ્ય એલ ઈ ડી સેટ પણ ઉભો કરવામાં આવ્યો છે.ડિરેક્ટર બોસ્કી નથવાણીના કહેવા મુજબ દેશ દુનિયાના વિવિધ અને લેકમે  ફેશન શોમાં ભાગ  લઇ ચુકેલી મોડેલ આ ફેશન શો માટે રાજકોટ આવી રહી છે અને તેમાં અમીરા, જુહી કોલ, રિચા, પ્રણાલી ભાલેરાવ, અંકિત, પૂજા વૈદ્ય અને જીતેશ મેલ મોડેલ તરીકે આવી રહ્યા છે.

આ ફેશન શોમાં ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના વિવિધ વિદ્યાર્થીનીઓ દ્વારા જે સિક્વન્સ તૈયાર કરવામાં આવી છે તેમાં  સિક્વન્સ રજુ કરવામાં આવશે જે ન ભૂતો ન ભવિષ્ય સમાન બની રહેશે.આ ફેશન શોમાં રાજકોટના આમંત્રિત મહેમાન તરીકે રાજકોટના મેયર  ડો.પ્રદીપ ડવ,રાજકોટના ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, ઉપરાંત રાજકોટના ટોચના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.આ ફેશન શોને સફળ બનાવવા માટે  બોસ્કી નથવાણી, રાકેશ નથવાણી,ધ્રુવી નથવાણી ઉપરાંત માર્કેટિંગ હેડ હેત્સી શાહ, સોશિયલ મીડિયા માર્કેટિંગ હેડ  સુરજ, બેક ઓફિસ માં મનીષા દોશી,ક્રિષ્નાબા ઝાલા, કૃપાલી, મેઘા  અને આયુષી મેહનત કરી રહ્યા છે.

ડિજિટલ પ્રિન્ટ તૈયાર કરી વાઇબ્રન્ટ કલર સાથેના કોસ્ચ્યુમ ડિઝાઇન કરાયા છે: બોસ્કી નથવાણી

ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જ્વેલરી ડીઝાઇનીંગના ડિરેક્ટર બોસ્કી નથવાણી  અને સેન્ટર હેડ  અને પ્રોપ્રાઇટર રાકેશ નથવાણીએ જણાવ્યું હતું કે આ ફેશન શોમાં કુલ 13 જેટલી સિક્વન્સ રજુ કરવામાં આવશે  જેમાં 8 મોડેલ સિક્વન્સ રાખવામાં આવી છે.  બે સિક્વન્સ કોર્પોરેટ  રાખવામાં આવી છે. એક સિક્વન્સ કિડ્સ માટે રાખવામાં આવી છે જયારે એક સિક્વન્સમાં રાજકોટના આર જે આભ.ઇશિતા,શીતળ અને આર જે આકાશ પણ મોડેલ સાથે રેમ્પ વોક કરશે. આ ઉપરાંત પ્રથમ વખત રાજકોટની પ્રખ્યાત વી.ડી.પારેખ અંધ મહિલા સ્કૂલના અંધ બહેનો રેમ્પ વોક કરવા જય રહ્યા છે. તેવો છેલ્લા 12 દિવસથી આ માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

બોસ્કી નથવાણી  વધુમાં જણાવે છે કે સંસ્થાની 45 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા  તૈયાર થયેલા અદ્ધભૂત  કોસ્યુમ રજુ કરવામાં આવશે અને જે જોઈને દર્શકો પણ દંગ  રહી જશે. સાથોસાથ આ તમામ વિદ્યાર્થીઓને પોતાની કલા  અને ક્રિયેટીવીટી  બહાર લાવવાનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ પણ મળી રહેશે આ વિદ્યાર્થીઓ દ્વારા જે સિક્વન્સ તૈયાર કરવામાં આવી છે. તેમાં આઈ પેડ પાર ડિજિટલ પ્રિન્ટ તૈયાર કરીને વાઇબ્રન્ટ કલર સાથેના કોસ્ચ્યુમ ડિઝાઈન કરીને બનાવવામાં આવ્યા છે.તમામ કોસ્ચ્યુમ ને પહેરી શકાય  તેવા બનાવામાં આવ્યા છે અને વેસ્ટર્ન ની સાથે ઇન્ડિયન ટચ આપવામાં આવ્યો છે.

છેલ્લા 12 દિવસથી રેમ્પ વોક માટેની પ્રેકિટસ કરી રહ્યા છે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વી.ડી. પારેખ અંધ મહિલા સ્કુલના ખેડીયા ઇલા અને મોખરીયા વૈશાલીએ જણાવ્યું હતું કે છેલ્લા 1ર દિવસથી આ માટેની પ્રેકિટસ કરી રહ્યા છે. બોસ્કી નથવાણીના પ્રયાસથી અમે ફેશન શોમાં રેમ્પ વોડ કરીને અજવાળા પાથરશે અમારા માટ આ એક અનેરી તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.