Abtak Media Google News

બોર્ડ સાથે જી.નીટ અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામમાં ધોળકીયા સ્કુલ નંબર વન

ધો.૧ર સાયન્સના પરિણામમાં ૯૯.૯૯ ટકા પીઆર (ગુજકેટ) મેળવી ધોળકીયા સ્કુલના વિઘાર્થી માકડીયા નીલે મેદાન માર્યુ છે. માકડીયા ચાલે ૯૯.૯૩ ટકા સાયન્સ પીઆર મેળવીને સમગ્ર રાજકોટના એ ગ્રુપના તમામ વિઘાર્થીઓમાં ગુજકટ અને બોર્ડ ના મેરીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ધોળકીયા સ્કુલના એપ્રિલ-૨૦૧૮ માં જાહેર થયેલ જી (મેઇન) માં ૧૦૦+ ધરાવતા ૧૮ વિઘાર્થીઓ સાથે ૭ર વિઘાર્થીઓ જી (એડ.) માટે કવોલિફાયડ થયા હતા.

ગત વર્ષે એપ્રિલ-મે ૨૦૧૭ ના પરિણામોમાં પણ જી મેઇન ફિચડીયા કેયુરે ૨૬૪ માર્કસ મેળવીને તથા ખત્રી દિવ્યેશે નીટ માં ૫૦૦ માર્કસ  મેળવી જી અને નીટ બનેમાં ગુજરાતી માઘ્યમમાં રાજકોટ ફર્સ્ટ નું બિરુઘ્ધ મેળવીને સાબિત કર્યુ  કે દેશની ટોચની કોલેજોના પ્રવેશ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામા ેમાં ધોળકીયા સ્કુલ અવ્વલ નંબરે છે.

ચાલુ વર્ષના નીટ ના પરિણામોમાં પણ ૫૦૦+ ની આશરે ર૦ થી રપ વિઘાર્થીઓની મોટી ફોઝ પરિણામ શ્રેષ્ઠ પરિણામ આપવા સજજ છે. ત્યારે ધોળકીયા સ્કુલે પોતાના પરિણામો દ્વારા પુરવાર કર્યુ કે જી, નીટ, ગુજકટે, એઇમ જેવી કોમ્પીટીટીવ એકસ રાજકોટની બેસ સાયન્સ સ્કુલ જો કોઇ હોય તો તે ધોળકીયા સ્કુલ છે.ધોળકીયા સ્કુલના ટ્રસ્ટી ધોળકીયા તથા જીતુભાઇના કહેવા મુજબ આ પરિણામ અમારા શિક્ષણક્ષેત્રના વર્ષોના અનુભવ, વિઘાર્થી પાસેથી કામ લેવાની સુઝ તથા કોમ્પીટીટીવ એનવાયરોમેન્ટ ને અનુરુપ વાતાવરણને આભારી છે. સંસ્થા બદલતા પ્રવાહનો અનુરુપ ફાઉન્ડેશન કોર્સ, એનટીએઇ, કેવીપીવાઇ, ઇન્ટરનેશનલ સાયન્સ ઓલ્મીયાર્ડ, જી. નીટ, ની તૈયારીઓ ધો.૮ થી જ શાળાના વિઘાર્થીઓને કોટ, દિલ્હી, કાનપુર, સ્ટેટ કેસીલીટીગ દ્વારા નિયમીત પણે સ્કુલ સમયમાં કરાવવામાં આવે છે. જેના કારણે સાયન્સ સ્ટ્રીમમાં આટલું શ્રેષ્ઠ પરિણામ શકય બન્યું છે.

ધી‚ભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટમાંથી સોફટવેર એન્જી. બનવું છે: નીલ માંકડીયા

ધો.૧ર સાયન્સ ના પરિણામમાં ૯૯.૯૯ ટકા પીઆર (ગુજકેટ) માં મેળવી ધોળકીયા સ્કુલના વિઘાર્થી માકડીયા નીલ કહે છે કે નિયમીત વાંચન કરવાથી સફળતા મળે જ છે. જયારથી ધો.૧ર ની શરુઆત થઇ ત્યારથી જ આયોજન પૂર્ણ મહેનત કરી, દરરોજ સ્કુલમાં જે કામ થાય તેનું પુનરાવર્તન ઘરે કરીને અભ્યાસ કરવામાં આવે, શાળા દ્વારા લેવાતી ડેઇલી- વિકલી પરીક્ષાઓ આપવામાં આવે તો ધારેલ સફળતા જરુર જળે છે.

Modi1 પોતાની આ શ્રેષ્ઠ સફળતાનો શ્રેય સતત જાગૃતતા, પ્રેમ, હુંફ અને નિરાશાની સ્થિતિમાંથી માત્ર બે મિનિટમાં બહાર લાવી શકવાની ક્ષમતા ધરાવતા તેમના દીદીને આપે છે. આ ઉ૫રાંત તેમના પિતાનો પ્રેમ, મોટી બહેનનું ગાઇન્ડસ અને શાળાના નિષ્ણાંત શિક્ષકોની ટીમ તેમજ સંચાલક ધોળકીયાની સ્નેહાળ હુંફને આપે છે. માકડીયા નીલે જી માં પણ ૧૭૬ માર્કસ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ગુજકેટ માં  ૧૧૭.૭૫/૧૨૦ માર્કસ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે. બોર્ડના પરિણામમાં પણ તેણે ૯૯.૯૩ સાયન્સ પીઆર મેળવેલ છે. નીલ પોતાના આ શ્રેષ્ઠ પરિણામ માટે ધોળકીયા સ્કુલમાં મળતું કોમ્પીટીટીવ એનવાયરીમેન્ટ ને માને છે. જી, નેટ, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો માહોલ જે તેને ધોળકીયા સ્કુલમાં મળ્યો તેના કારણે તે આ સિઘ્ધિ હાંસલ કરી શકયો છે તેવું તેનું માનવું છે.

ખેડુત પુત્ર નયન રામાણી બોર્ડમાં ત્રીજા ક્રમાંકે

ધો.૧ર (સાયન્સ) ના પરિણામમાં ૯૯.૯૮ ટકા  સાયન્સ. પીઆર. મેળવનાર ધોળકીયા સ્કુલના વિઘાર્થી રામાણી નયન પોતાની સફળતાનો હોય હાર્ડવર્ક, કમેટમેન્ટ અને ડેડીકેશન ને આપે છે. ધો.૧ર (સાયન્સ) માં કેમેસ્ટરી-૯૮, ફીઝીકસ-૯૯ તથા મેથ્સ-૯૬ માર્કસ મેળવી સાબિત કર્યુ ખેડુતપુત્ર પણ જો યોગ્ય માર્ગદર્શન મળે તો માત્ર ગુજરાત જ નહિ દેશ કોઇપણ શ્રેષ્ઠ કોલેજમાં જરુર પ્રવેશ મેવળી શકે છે.

Modi2ગોબરભાઇ તથા નિર્મલાબેનના પુત્ર એવા રામાણી નયન ધો.૧૦ માં ધોળકીયા સ્કુલના જ વિઘાથી હતા. તથા તદન સામાન્ય પરિવારમાંથી માતા-પિતાના હુંફ દ્વારા શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યુ. દરરોજ ૧ર કલાકની સતત મહેનત, ક્ધટીન્યુએસ ફોલોઅપ વર્ક રાઇટીંગ પ્રેકટીસ દ્વારા આ પરિણામ શકય બન્યું છે. નયન ખાતે પોતાના શ્રેષ્ઠ પરિણામ માટે ધો.૧૦નું શ્રેષ્ઠ પાયાનું ઘડતર, ધોળકીયા તથા ધવલભાઇનુંએકેડમીક પ્લાનીંગ તથા જીતુભાઇના સાયન્સ વિઝનને હોય આપે છે.

ચાંદ વાછાણીએ ગુજકેટમાં ૯૯.૯૫ ટકા પી.આર. મેળવ્યા

ધો.૧ર (સાયન્સ) ના તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં ૯૯.૯૫ ટકા પી.આર. (ગુજકેટ) મેળવનાર ચાંદ વાછાણી જણાવે છે કે મારા માતા-પિતાએ મારા શિક્ષણની દરેક જરુરીયાત પૂરી કરી અને આ સફળતા સુધી પહોચાડવા સહકાર પૂરો પાડયો છે.

Chandતેમજ શાળાના મોભી  ધોળકીયા અને જીતુભાઇ અને શિક્ષકો તરફથી મળેલું માર્ગદર્શન તેમજ મહેનત કરવા માટે મળેલું પ્રોત્સાહન મારી સફળતાનું રહસ્ય છે. ભવિષ્યમાં ચાંદ ડીએઆઇઆઇસીટી- નીરમા જેવી ખ્યાતનામ કોલેજમાં એડમિશન મેળવીને સોફટવેર એન્જીનીયરીંગ બનવાનું ઘ્યેય સાકાર કરવા ઇચ્છે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.