ટ્રાફિક ACPના મેસેજ અંગે સ્પષ્ટતા કરતા બોર્ડ ટ્રાફિક બ્રાન્ચે લાગ્યા!!

ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકોને આઇ-વે પ્રોજેકટ અંતર્ગત ઇ મેમો મોકલવામાં આવ્યો હતો તેમ છતાં વાહન ચાલક દંડ ન ભરતો હોવાથી ટ્રાફિક બ્રાન્ચના એસીપી મલ્લહોત્રાએ ઇ-મેમોનો દંડ ન ચુકવતા વાહન ચાલક સામે લોક અદાલતમાં કેસ કરવા અંગેનો મેસેજ વાયરલ કરતા વાહન ચાલકોમાં ગોકીરો બોલી ગયો હતો.

બીજી તરફ લોક અદાલતમાં કેસ ન થયા માત્ર સમાધાન થાય જાહેર કરાયા બાદ છ માસ પહેલાંના દંડ વાહન ચાલક સ્વેચ્છાએ ભરવા માગે તો જ વસુલ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા સાથેના બોર્ડ ટ્રાફિક બ્રાન્ચ ખાતે લગાવવામાં આવ્યા છે.

આમ છતાં બીજા દિવસે પણ ટ્રાફિક બ્રાન્ચે ઇ મેમોના દંડ ભરવા મોટી સંખ્યામાં વાહન ચાલકો આવ્યા હતા. ગઇકાલે એક જ દિવસમાં વાહન ચાલકોએ રૂા.6,61,600નો ઇ-મેમોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.