Abtak Media Google News

1948થી ઉજવાતો આ દિવસ ઓલિમ્પિકસના ત્રણ મૂલ્યો શ્રેષ્ઠતા, આદર અને મિત્રતાને હાઇલાઇટ કરે છે: લોકોને તેમના રોજીંદા જીવનમાં આ મૂલ્યોને આત્મસાત કરવા પ્રેરણા આપે છે

આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી થઇ રહી છે. આ દિવસ મુખત્વે આધુનિક તેના રમતોના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે. વિશ્ર્વભરમાં રમત-ગમત જગત સાથે સંકળાયેલા રમતવીરો અને સંસ્થાઓ ઉજવણી કરે છે. આ વર્ષની થીમ ‘શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથે’ પ્રયાસોની વાત કરે છે. સમગ્ર વિશ્વને એક પ્લેટફોર્મ ઉપર લાવીને વિવિધ રમતોને પ્રોત્સાહન લાવવાનો હેતુની વાત કરે છે.

Olympic Torches Price

આજનો દિવસ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા અને વિવિધ રમત ગમતના કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવાને પ્રોત્સાહીત કરે છે. ઓલિમ્પિકના પાયાના ત્રણ મૂલ્યોમાં શ્રેષ્ઠતા, આદર અને મિત્રતા ઉપર વૈશ્ર્વિક ઘ્યાન કેન્દ્રીત કરે છે. આ મૂલ્યો લોકો રોજીંદા જીવનમાં આત્મ સાત કરે એ હેતું છે.1947માં કમીટીએ આ ઇવેન્ટનો પ્રચાર પ્રસાર કરવા માટે ઉજવણી દિવસ નકકી કરવાની વાત કરતા ર3 જુન 1948ના રોજ પ્રથમવાર આ દિવસ ઉજવણી કરાય હતી. આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના ર3 જુન 1894 માં ફ્રાન્સના પેરીસ શહેરમાં કરાઇ હતી. આજે તેનું હેડકવાર્ટર લૌઝેન સ્વિટઝલેન્ડ ખાતે આવેલું છે.

આ વર્ષની થીમ ‘એક સાથે શાંતિ પૂર્ણ વિશ્ર્વ માટ’ ની છે. વૈશ્ર્વિક શાંતિ માટે અને વધુ સારા વિશ્વના નિર્માણ માટે લોકોને એક કરવા ભાર મુકે છે. આ હેતુ માટે સ્પોર્ટસ સૌથી શ્રેષ્ઠ બાબત છે. રમતગમત, આરોગ્ય અને સમુદાય કલ્યાણની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આજનો દિવસ વિશ્ર્વભરમાં સામુહિક રમતોની ઉજવણીનો પર્યાય બની ગયો છે.

સમગ્ર વિશ્વમાં કોવિડ-19 દ્વારા નીકળવાથી એક વર્ષ બાદ 2021 માં 3રમી સમય ઓલિમ્પિક ગેમ્સ ટોકયો જાપાન ખાતે યોજાઇ હતી. આગામી ઓલિમ્પિક ગેમ્પ 2024 માં પેરીસ ખાતે યોજવામાં આવશે. આ વેશ્ર્વિક સ્પર્ધામાં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક સામેલ છે. વિશ્વના મેડલલીસ્ટમાં આપણું સ્થાન 48મું છે. ભારત તરફથી નિરજ ચોપરા, અભિન બિન્દ્રા, મીરાબાઇ ચાનુ, રવિકુમાર દહિયા અને ભારતીય હોકી ટીમે મેડલ જીત્યો હતો.

 

રાજકોટ હોકી ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી

Img 20220623 Wa0058

આજે વિશ્ર્વ ઓલિમ્પિક દિવસ નીમીતે કોર્પોરેશન અને હોકી ટીમ રાજકોટ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 1894 માં ર3 જુનના પેરિસમાં આ સમીતી ની સ્થાપના કરવામાં આવી હતી. ર3 જુનના સ્થાપના થઇ હોવાથી આજના દિવસને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક  દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1948માં કુલ 9 દેશોમાં આ ઉજવણી કરવામાં આવી હતી.ઓલિમ્પિકમાં વિવિધ રમતોનો સમાવેશ થાય છે, જેમાં આપણી રાષ્ટ્રીય રમત હોકી હોવાથી હોકીના ખેલાડી દ્વારા આજનો દિવસ ઉજવાય છે. ઓલિમ્પિકમાં રમતી રમતો સ્પર્ધાત્મક હોય છે, જે દર ચાર વર્ષે આંતર રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે અને વિશ્ર્વના તમામ દેશોના આગવા ખેલાડીઓ રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.