Abtak Media Google News

ગણેશપ્રસાદ બોટ સહી-સલામત  રીતે બંદરે પહોંચી: ખારવા સમાજમાં ખુશીની લહેર

હાલ જાફરાબાદમાં છેલ્લા પાંચ-સાત દિવસથી દરેક બોટ બંધ હાલતમાં છે. દરેક માછીમારો દરિયો ખેડવા જવાની ફિસરીઝ તેમજ બોટ એસો.જાફરાબાદ તરફથી મનાઈ હોવાથી કોઈપણ બોટ માછીમારી કરવા દરિયામાં ગયેલ નથી.

Img 20170901 Wa0052આ માહોલમાં ગણેશપ્રસાદ નામની એક બોટ સંપર્ક વિહોણી હતી. તે સહી સલામત રીતે બંદરમાં આવી પહોંચી છે. જેથી જાફરાબાદ બંદરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કોસ્ટગાર્ડ તેમજ મરીન પોલીસે આ બાબતમાં ખુબ જ જહેમત ઉઠાવી હતી. જોકે તેમ છતાં હજી પણ જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સીગ્નલ લગાવ્યું હોવાથી એક પણ બોટ દરિયો ખેડવા ન જાય તેની બોટ એસો.જાફરાબાદના પ્રમુખ માલાભાઈ વંશ તેમજ રાજેશભાઈ બારૈયા દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

અંદાજે ૭૦૦ બોટ ધરાવતું જાફરાબાદ બંદર સરકારને દર વર્ષે સારુ એવું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ હાલ પાંચ-સાત દિવસથી બોટો બંધ હોવાથી માછીમારોને કરોડો ‚પિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમ છતાં જાફરાબાદ બંદર હંમેશા ફિશરીઝ ખાતુ, મરીન અને કોસ્ટગાર્ડના કહ્યા પ્રમાણે જ આ બંદર કામગીરી કરે છે. હાલ પણ જયારે ૩ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવશે.

ખાતુ દરીયો ખેડવાની લેખિત પરવાનગી આપશે. ત્યારબાદ જ જાફરાબાદ બંદરની બોટો માછીમારી માટે દરીયામાં જશે તેવો બોટ એસો.ના પ્રમુખ માલાભાઈ વંશ તેમજ રાજેશભાઈ બારૈયાએ દઢપણે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ગણેશપ્રસાદ બોટ સહિ સલામત રીતે બંદરમાં પહોંચી તે બદલ પરીવારજનોમાં તેમજ સમગ્ર ખારવા સમાજમાં ખુશીની લહેર ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.