Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં પોલીસ પેટ્રોલ પાર્ટી પર હુમલો: ૧ શહીદ, ૭ને ઈજા

કાશ્મીરમાં સૈન્યની એક બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. જેને પગલે એક જવાન શહીદ થયો છે. જયારે સાત જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે આ બસ શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, બસમાં સૈન્ય અને પોલીસના જવાનો સવાર હતા અને બસ બેમિનાથી ઝેવાન તરફ જઈ રહી હતી. પઠાણ ચોક પાસે જયારે આ બસ પહોંચી ત્યારી આતંકીઓએ તેને નિશાન બનાવી હુમલો કરી દીધો હતો. જે પણ પોલીસ જવાનો ઘાયલ થયા છે. તેમને બાદામી બાગ કેન્ટોન્મેન્ટની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જે જવાન શહીદ થયા છે તેમનું નામ કિશન લાલ છે અને તેઓ જમ્મુ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા હતા.

બીજી તરફ પૂંચમાં પાકિસ્તાન સૈન્યના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાન સૈન્યએ પુંચ સેકટરમાં તોપમારો કર્યો હતો. અહીંના ગ્રામીણ વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

દરમિયાન જવાબી કાર્યવારી દરમિયાન બીએસએફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર કમલજિત સિંધ ઘાયલ થયા હતા. જોકે તેઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.