Abtak Media Google News

અલગ અલગ શાખાઓ દ્વારા કિશાન મેળા, ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભા, આર્થિક સમાવેશ શિબિર, કિશાનોનો સત્કાર સમારંભ વગેરે યોજાશે

બેંક ઓફ બરોડા દ્વારા ગત વર્ષે આયોજીત બરોડા કિસાન પખવાડા અને બરોડા દિવસની અદ્વિતીય સફળતાને ઘ્યાનમાં આ વર્ષે પણ કિસાન ભાઇયો સુધી પહોચવાના ઉદ્દેશથી બરોડા કિસાન પખવાડા અને બરોડા કિસાન દિવસનું ભવ્ય આયોજન કરી રહ્યા છીએ. આ આયોજન કિસાન ભાઇયો એ ભારત દેશના સમાજ અને અર્થવ્યવસ્થા માટે જે યોગદાન આપ્યું રહે તે માટે તેમની પ્રસંશા કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે.

ગત વર્ષ બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામા આવ્યું જેમાં અઢી લાખ જેવા કિસાનો એમાં પ્રતિભાગી રહ્યા બેંકની આ અનુઠી પહેલ તે સકારાત્મક અને ઉત્સાહવર્ધક પ્રતિભાવ સંાપડયો છે.

કિસાનો દ્વારા દેશના વિકાસ અને બેંકના વ્યવસાય વૃઘ્ધિ સંબંધી જે યોગદાન આપેલું છે. તેને અનુલક્ષી ને બરોડા કિસાન પખવાડા અને બરોડો કિસાન દિવસ મનાવવામાં આવે છે. આ પહેલના માઘ્યમથી કિસાનોને બેંકની વિવિધ સેવાઓ સાથે જોડવા બરોડા કિશાન પખવાડા અંતર્ગત બેંકને અલગ અલગ શાખાઓ દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવશે. જેમાં કિસાન મેળા, ગ્રામીણ ઇલકામાં રાત્રી સભા, કિસાનો તેમજ તેમના ખેતીમાં ઉપયોગી એવા પશુઓ માટે સ્વાસ્થ્ય તપાસશિબિર, કિશાન સંમેલન, આર્થિક સમાવેશ શિબિર, કિશાનો નો સત્કાર સમારંભ વગેરેનો સમાવેશ કરવામાં આવશે., બેંકની વિવિધ કૃષિ સંબંધી લોન યોજનાઓ જેવી કે બરોડા કિસાન ક્રેડીટ કાર્ડક (બી.કે.સી.સી.), સખી મંડળ ગોલ્ડ લોન, કૃષિ વિષયક લોન, ખેતીના વિકાસ માટે આજ ના યુગ ના યઁત્રો તેમજ એસ.એમ.ઇ. લોન રિટેલ બેન્કીંગ વેલ્થ મેનેજમેંટ વગેરેના કારોબાર નો વિકાસ કરવો. સમગ્ર દેશમાં બેંકની વિવિધ કૃષિ સંબંધી યોજનાઓની જાહેરાત કરવી અને તેનો અસરકારક પ્રચાર કરવો જેથી બેંક પ્રત્યે ગ્રાહકોણ ની જાગરુકતા વધે, નવા કિસાન મિત્રો બેંક સાથે જોડાય અને નવો વ્યવસાય મેળવવાની દિશામાં નકકર પ્રયાસ થાય.

એક નવું ડીજીટલ પ્લેટફોર્મ બરોડા કિસાન ની ડિજીટલ યુગને અનુરુપ કિસાનો ની બુનિયાદી આવશ્યકતાઓ માટે શરુઆત કરવામાં આવી છે. જેનાથી કિસનોને મોસમ અંગે પૂર્વાનુમાન, કૃષિ બજાર ના રોજ ના ભાવ ખેતીની જમીન ના સ્વાસ્થ્ય અને બંધારણ માટે જાણકારી અને એવી અન્ય સલાહ આપણી સેવાઓ તેમાં ઉપલબ્ધ છે. અને તેનો લાભ ખેતીના વિકાસ માટે મેળવી શકે.

બેંક દ્વારા કિસાનોનું વિશેષ ઘ્યાન રાખતા બેન્કે ટ્રેકટર લોનની ત્રણ નવી યોજનાઓનો પ્રારંભ કર્યો.

જેમાં ઓછામાં ઓછા સમયમાં ત્વરીત લોન આપી શકે., ગાંધીનગર અને હૈદરાબાદ માં સેટેલાઇટ પ્રોસેસીગ સેન્ટરની શરુઆત કરવામાં આવી જયાંથી ખાદ્ય અને કૃષિ પ્રોસેસિંગ સિવાય બધી જ લોનનું વિના વિલંબે થઇ શકે.

સાર્વજનીક ક્ષેત્રની એક મજબુત સાખ વાળી બેંકને ઘ્યાન માં રાખીને ભારત સરકારે અમારી બેંક ઓફ બરોડા માં દેના બેંક અને વિજયા બેંકનું સન્માન કરીને અમારી બેંકને ફરીથી મજબુત બેંકના રુપમાં સ્થાપિત કરી. આ સન્માનીય કરી અ સમામેલન પ્રશ્ર્ચાત બેંક ઓફ બરોડા પાવર ઓફ થ્રી સાથે વધુ મજબુત થઇ ગઇ જેનાથી ર૦ થી વધુ દેશોમાં અમારી ૯૪૪૩ શાખાઓ દ્વારા ૧ર કરોડથી વધુ ગ્રાહક સમુદાય સાથે જોડાઇ ગઇ છે. આ બાબત ઘણા જ સન્માન અને ગૌરવ લેવા જેવી છે કે બેંક ઓફ બરોડા દેશની બીજા નંબરની રાષ્ટ્રીયકૃત બેંક બની ગઇ છે.

કૃષિ, કોર્પોરેટ ક્ષેત્રની સામાજીક જવાબદારી અને સખી મંડળ સંદર્ભે સક્રિય દ્રષ્ટિકોણ, પહેલો અને ઉત્કૃષ્ટ પ્રર્દશનને બિરદાવતા બેંકને વિવિધ પુરસ્કાર મળ્યા છે.

સખી મંડળ લીકેજ માટે સન ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માં મોટા કદની બેંકની શ્રેણીમા ડે-એનઆરએલએમ પુસ્કાર તેમજ ૧૪મી એસોએમ વાર્ષિક બેન્કીંગ શિખર સંમેલન સાથે સામાજીક બેન્કીંગ ઉત્કૃષ્ટ પુરસ્કાર-૨૦૧૮ મળ્યો છે.

ગત વર્ષે ના બરોડા કિસાન પખવાડા અને બરોડા કિસાન દિવસના આયોજન સમયે કિસાન સમેલન મા પ્રતિભાગી કિસાનોની સંખ્યાના સંદર્ભે લિમ્બા બુક ઓફ રેકોર્ડ માં નોઘ્યું  કે આ એક બેંક કે નાણાકીય સંસ્થા દ્વારા કોઇપણ સ્તર પર આયોજીત એક બહુ મોટો કિસાન સંપર્ક કાર્યક્રમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.