Abtak Media Google News

કોરીયન કંપની દ્વારા 50 કરોડના રોકાણ સામે ભારતનું પ્રથમ યુનિટ શરૂ કરશે

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા શરૂ કરાયેલ કવાયતમાં મેકઈન ઈન્ડીયાના ક્ધસેપ્ટને ઉજાગર  કરવા વિદેશી  કંપનીઓ માટે  દરવાજા ખોલી ચુકયા છે. ત્યારે  સર્જીકલ ઈન્ટ્રુમેન્ટ  બનાવતી કોરીયન કંપની રીલાયન્સના ગુરૂગ્રામ નજીકના   મોડેળલ ઈકોનોમીક ટાઉનશીપ વીઝીટેટ મેટ સીટીમાં  50 કરોડના  રોકાણથી ઉત્પાદન યુનીટ શરૂ કરશે.  દક્ષિણ કોરિયાની   તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપની બોડીટેક મેડ મેટ સિટી, ઝજ્જરમાં એક નવી ઉત્પાદન સુવિધા સ્થાપશે. મેડ આ નવી ઉત્પાદન સુવિધામાં રૂપિયા 50 કરોડ જેટલું રોકાણ કરશે અને તે 10,032 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે.

Advertisement

એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી બોડીટેક આઇવીડી ઉપકરણોના બજારમાં 5% કરતા વધુના બજાર હિસ્સા સાથે ભારતીય બજારમાંથી રૂપિયા 650 કરોડથી વધુની આવક કરવાની અપેક્ષા રાખે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ-કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. મેટ સિટી હરિયાણા અને ઉત્તર ભારતમાં કંપનીઓ સ્થાપવા માટે અગ્રણી સ્થાન છે.બોડીટેક મેડના સીઇઓ શ્રી એયુઇ-યેઓલ ચોઇએ જણાવ્યું કે, તાજેતરના થયેલા નીતિગત ફેરફારોને પગલે ભારતને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી નવી ઉત્પાદન સુવિધાના નિર્માણ માટે પ્રોત્સાહક સમર્થન મળ્યું છે. આમ આ બજારમાં પ્રવેશવા માટે તીવ્ર સ્પર્ધા છે. વેપાર કરવાની સરળતા, પ્રોત્સાહક નીતિઓ અને સરકાર તરીકે હરિયાણા ટોચના રાજ્યોમાં છે. અમારી નવી સુવિધા માટે આ એકદમ યોગ્ય સ્થાન છે અને અમે મેટ સિટીમાં આ સુવિધા સ્થાપિત કરવા બદલ ખૂબ જ ખુશ છીએ, મેટ સિટી ઉત્તર ભારતના સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ શહેરોમાંનું એક છે.”

બોડીટેક મેડના ભારતીય વ્યવસાયનું વેચાણ વોલ્યૂમ દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અગ્રેસર છે અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં 38%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે અને 2015થી 2021 દરમિયાન ભારતમાં 50%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે સતત વૃદ્ધિ પામી રહ્યું છે.એવી અપેક્ષા છે કે 2023થી નવા સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટમાંથી વેચાણની આવક ઊભી કરશે.

ગયા વર્ષે બોડીટેકે ભારતના આઇવીડી બજારમાં 7.7 મિલિયન ડોલરનું ઉત્પાદન કર્યું હતું અને 2030માં 77 મિલિયન ડોલરના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. એવી અપેક્ષા છે કે ભારતમાં આઇ આઇવીડી બજાર ક્ષેત્રે બોડીટેક મેડનો માર્કેટ શેર નજીકના ભવિષ્યમાં 0.65% થી વધીને 5% થશે. મેટ સિટી દ્વારા 25,000 નોકરીઓ પહેલેથી જ આપવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં 50,000થી વધુ નોકરીઓનું સર્જન કરવાના લક્ષ્યાંક સાથે નવી સુવિધાની સ્થાપનાને સમર્થન આપી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.