Abtak Media Google News

 મહીસાગર  સમાચાર

મહીસાગરના સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગામ નજીક મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી બાલાસિનોરની ICICI બેન્કના મેનેજરની હોવાનું જાણવા મળ્યું હતું. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસે તપાસ હાથ ધરતા બેંક મેનેજર વિશાલ પાટીલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. આ ઘટનામાં બેન્ક મેનેજરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો હતો.તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ રિકવર કરી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.