Abtak Media Google News

મહીસાગર સમાચાર

મોડાસા લુણાવાડા હાઈવે પર એસ ટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. લુણાવાડા થી માત્ર એક કીમી દૂર દલુખડ્યા પાસે  અકસ્માતની ઘટના બની છે . મોડાસા બારડોલી એસ ટી બસ એ બાઈક સવારને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજયું છે . બાઇક સવાર યુવક પર બસનું  ટાયર ચડતા બાઈક પર સવાર બે યુવકના મોત થયા છે . અકસ્માત સર્જાતા સ્થાનીક લોકો દ્વારા 108 ને કરી જાણ કરાઇ હતી  ત્યારબાદ બન્ને યુવાનોને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા . સારવાર દરમિયાન બન્ને યુવાનોના મોત થયા છે .

 સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.