Abtak Media Google News

મહીસાગર સમાચાર

વિરપુર તાલુકાના રામપુરા ગામના આરોપી કિરણભાઈ હીરાભાઈ વણકરએ  ૨૦૨૨માં ૧૫ વર્ષની સગીરાને લલચાવી  યોન શોષણ કરેલ હતું .  આરોપી વિરુધ્ધ કોઠંબા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ શરૂ થયો હતો.

આરોપી વિરુધ્ધ કેસ ચાલતા  સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે. એન.વ્યાસ સાહેબે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ઈ.પી.કો. કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી કિરણભાઈ હીરાભાઈ વણકરને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે .

 સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.