Abtak Media Google News

બોટાદ તાલુકાના લાઠીદડ ઉમા કેમ્પસની વિધાર્થીએ બોટાદ જીલાનું  ગોરવ વધાર્યું.ખેલ મહાકુંભ ૨૦૧૮ અતર્ગત રમાયેલ  એથ્લેટીક સ્પર્ધામાં 100મીટર હડલેશમાં ગુજરામાં બીજો નબરે આવી મેડલ મેળવ્યો.સમગ્ર ગુજરાતમાં બીજા નબરે આવતા સ્કુલના સ્ચાલ્કો અને જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા વિધાર્થીનું ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત.

રમત ગમત યુવા અને સંસ્કૃતિ પ્રવુતિ વિભાગ ગાંધીનગર દ્વારા અને સ્પોટ્ર્સ ઓથોરીટી ગાધીનગર પ્રેરિત અને ખેલ મહાકુંભ ૨૦૧૮નું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવેલ છે.જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ નબર મેળવેલ વિધાર્થીઓને રાજ્ય કક્ષાએ ભાગ લેવાનો હોય છે.

ત્યારે બોટાદ જિલાના લાઠીદડ ગામે આવેલ ઉમા કેમ્પસમાં અભ્યાસ કરતી પીપાવત ધ્રુવીએ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ ખેલ મહાકુંભમાં એથ્લેટીક સ્પર્ધામાં 100મીટર હડલેશમાં ભાગ લીધો હતો.જેમાં વિધાર્થીનીએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને એથ્લેટીક સ્પર્ધામાં ૧૦૦ મીટર હડલેશમાં સમગ્ર ગુજરાતમાં બીજો નબર મેળવી મેડલ અને સર્ટીફીકેટ મેળવી સમગ્ર બોટાદ જીલાનું ગોરવ વધાર્યું છે.

ત્યારે આજે આ વિધાર્થી  લાઠીદડ ખાતે આવેલ સ્કુલે આવી પોહ્ચતા સ્કુલના સચાલકો દ્વારા પીપાવત ધુર્વી ને ફૂલહાર પહેરાવી સ્વાગત કરેલ.જેમાં બોટાદ જિલ્લા રમત ગમત અધિકારી એન .ટી.ગોહિલ ,શાળા ના ટ્રસ્ટીઓ ,આચાર્ય અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા. તેમજ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ રમતમાં ભાગ લેશે તેમ,સ્કુલના સ્ચાલ્કો દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.