Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાપાલિકાને આદેશ આપ્યો

કેરીની સીઝન હજુ પૂરતી શરૂ પણ ઇ ની અને કેલ્શિયમ કાર્બાઈડી અધકચરી કેરી વહેલી પકવીને બજારોમાં ધડાધડ ઠલવાઈ રહી છે. પરંતુ કાર્બાઈડ અને એીલીન જેવા કેમિકલી કેરી, અન્ય ફળો અને શાકભાજી પકવનાર વેપારીઓ પર તવાઈ બોલાવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે એક સુઓમોટો રિટમાં કર્યો છે. જેી વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે. રાજ્યની તમામ નગરપાલિકાઓને ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે આદેશ કર્યો છે કે, કેમિકલી કેરી પકવતા વેપારીઓ સામે કાર્યવાહી કરો, જરૂર પડે તો રેડ પાડો. ઓચિંતી તપાસ કરો અને વેપારીઓ કેમિકલનો વપરાશ કરતા જણાય તો સીલ પણ મારો.

કેમિકલી કેરી અને અન્ય ફળો તા શાકભાજી પકવતા હોવાના મુદ્દે હાઈકોર્ટ સમક્ષ સુઓમોટો પિટિશન કરવામાં આવી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્તિ કરવામાં આવ્યા છે કે,દર વર્ષે ઉનાળાની સીઝનમાં ફળોના વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરીને ઝડપી કેરી પકવવાનો કારસો કરે છે. કાચી કેરીના બોક્ષમાં કાર્બાઈડ અને એીલીન જેવા કેમિકલના પાઉચ મુકીને કાચી કેરી પકાવીને લોકોને પધરાવી દેવાય છે. જેી ઝડપી માલનું વેચાણ ાય અને વેપારીઓ તગડો નફો રળી શકે. ગત માર્ચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દરોડા પાડીને આવા અનેક વેપારીઓના કારસ્તાન પકડી પાડ્યા હતા. જેનો અહેવાલ અનેક સમાચાર પત્રોમાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દર વર્ષે કેરી ઝડપી પકવવા માટે આ ગેરરીતિ આચરાય છે. પરંતુ તેના માટેની કોઈ કાયમી અને કડક કાર્યવાહી કરવાના નિયમો બનાવાયા ની.

રિટમાં વધુમાં એવી રજૂઆત કરાઈ છે કે,અનેક અભ્યાસ અને માહિતીઓ મુજબ કેમિકલી પકવેલા કેરી કે અન્ય ફળો અવા શાકભાજી અનેક પ્રકારના જોખમી રોગોને આમંત્રણ આપે છે. કેન્સર, ફૂડ પોઇઝનિંગ, મોઢાના ચાંદા, અનિદ્રા, માનસિક તાણ, મેમરી લોસ, મગજ પરના સોજા અને ન્યુરોલોજીના રોગો પણ ાય છે. આટલું જોખમ હોવા છતાં કોર્પોરેશન કે અન્ય તંત્ર દ્વારા તાકીદના કડક પગલાં લેવામાં આવતા ની. એટલું જ નહિ કેલ્શિયમ કાર્બાઈડ કે પછી એીલીન જેવા ઝેરી કેમિકલના ખરીદ-વેચાણ માટેની કોઈ ચોક્કસ જોગવાઈઓ કાયદામાં ની. કેમિકલની ખરીદ પર કોઈ પ્રતિબંધ પણ ની અને એટલે વેપારીઓ ૫૦૦ ગ્રામ કેમિકલ ખરીદીને પણ કેરી ને પકવવાનો કારસો પૂરો કરી કાઢે છે. વેપારીઓની નફાખોરીની કુટેવ, લાલસા, તંત્રની નિષ્ક્રિયતા અને કાયદાની ઝટકબારીઓના લીધે કેમિકલ યુક્ત કેરી, ફળ કે શાક ખરીદવા આમ આદમી મજબુર બન્યો છે. તેના આરોગ્ય સામે ખતરો ઊભો યો છે. તેી કડક કાર્યવાહી કરવાના આદેશ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.