બ્રેકફાસ્ટમાં ચા-કોફી સાથે વિટામીનની ગોળીઓ ક્યારેય ન લેવી જોઈએ

tea | coffee| health
tea | coffee| health

અત્યારના હેલ્થ કોન્સિયસ લોકો વિટામીનની ગોળીઓ તેમના બ્રેકફાસ્ટમાં સામેલ કરતા હોય છે. જો તમને તમારા ચા કે કોફીના કપ સાથે વિટામીનની ગોળીઓ લેવાની ટેવ હોય તો તમારે એ ટેવ તાત્કાલીક ધોરણે બદલી નાખવી જોઈએ. તેનું કારણ એ છે કે ચા અને કોફીથી વિટામીનની અસર ધોવાઈ જાય છે. ચા-કોફી જેવા પીણામાં રહેલી ગરમી વિટામીનને કે મિનરલ્સની ગોળીઓને પોષક અસર ૮૦ ટકા નષ્ટ કરી નાખે છે. આ ઉપરાંત તે દહી, યોગર્ટ જેવા પોષક આહારમાં રહેલા ફ્રેન્ડ્લી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. વિટામીનની ગોળીઓ ઠંડા દૂધ કે પાણી સાથે લેવી જોઈએ