Abtak Media Google News

આજના 21મી સદીના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે ડિજિટલાઝેશન વેગવંતુ બન્યુ છે. અત્યાધુનિક ઉપકરણો વિકસતા મોટા ભાગની સેવાઓ આંગળીના ટેરવે મળતી થઈ છે. આ સાથે જ ટેક નિષ્ણાંતોની જરૂરિયાતો પણ વધી છે. કોરોના આવતા સ્વાસ્થ્ય સહિતના તમામ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધુ વ્યાપક બન્યો છે.

Advertisement

ઘેરબેઠાં કામ કરવું, અન્ય કોઈ સેવા ઘરની બહાર નીકળ્યા વગર મેળવવી વેગેરે જેવી લોકોની વર્તુણુંક અને જરૂરિયાતોએ આ માટે રોકાયેલા નિષ્ણાતોની જરૂરિયાત પણ વધારી દીધી છે. આ જ કારણસર  ભારતમાં આઈટી ક્ષેત્રે રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. જો કે ટેકનોલોજી વિકસતા અને વિવિધ ક્ષેત્રે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો એટલે કે રોબોટિક મશીનોનો ઉપયોગ થતા માનવ ક્ષમતા ઘટવા અને તેનાથી રોજગારી છીનવવાનો પણ ડર રહે છે. પરંતુ આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટિક મશીનને વિકસાવવાથી માંડી તેને કમાન્ડ આપવા માટે પણ માનવ ધન જોઈએ જ છે…!!

આ ઉપરાંત ટેકનોલોજીનો વિકાસ કોઈ સીમિત કે મર્યાદિત પ્રક્રિયા નથી. આથી ટેન્કનીશયનોની આવશ્યકતા કાયમ માટે વધતી જ રહે છે. એમાં પણ કોરોના વાયરસે આવતા સ્વાસ્થ્ય સહિતના મોટાભાગના ક્ષેત્રે હજુ રહેલી વળવપરાયેલી તકો પર સંશોધન કરવાની જરૂર પરથી પડદો ઊંચક્યો છે. ભારતીય આઈટી સર્વિસ પ્રોવાઇડર્સ – ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઇન્ફોસિસ અને વિપ્રો જેવી ટોચની કંપનીઓ દ્વારા પોતાની કામગીરીને ડિજીટલાઇઝ કરવાના વધારાના રોકાણને કારણે કુશળ પ્રતિભાઓની માંગમાં અનેકગણો વધારો થયો છે.

એમાં પણ સોફ્ટવેર નિષ્ણાંતોની વિશ્વભરમાં સૌથી વધુ ભારતમાં જરૂરિયાત વધી છે. અને આ માટે સોફ્ટવેર નિષ્ણાતો પાસે ભારતમાં ઉજળા ભવિષ્ય માટે મોટી તકો રહેલી છે. જો કે આનાથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી- આઈટી ક્ષેત્રની કંપનીઓ માટે કર્મચારીઓના વેતન ખર્ચ સહિતના મોટા ખર્ચાઓમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. આઇટી ક્ષેત્રના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાએ આઇટી સેવાઓ કંપનીઓની માંગમાં વધારો કર્યો છે અને વેતનને મુદ્દે ઘર્ષણ પણ ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.