Abtak Media Google News

ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોન ઇન્ડિયાએ (એમેઝોન.કોમ) તેનાં યુઝર્સ માટે શ્રેષ્ઠ ઓફર પ્રસ્તુત કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સ એમેઝોન તરફથી શરૂ કરવામાં આવેલા ઇએમઆઈ ફેસ્ટનો લાભ લઈ મામૂલી કિમત ચૂકવી તમારી ઘર લઈ જઇ શકો છો. Amazon’s EMI ફેસ્ટમાં રેડમી, મોટરોલા અને સેમસંગ ફોન મળી રહ્યા છે. ફેસ્ટમાં ગ્રાહકો માટે બજેટ સ્માર્ટફોન પર કોઈ ઇએમઆઇ વગર ઓફર દેવામાં આવી રહી છે. અહીં તમે 300 થી 500 રૂપિયાની ચુકવણીકરી સ્માર્ટફોન ખરીદી શકો છો.

આ ઓફર હેઠળ તમારે બાકીના પૈસા ઇએમઆઈમાં આપવાના રહેશે. આમાં તમારે ઇએમઆઈ પર નજીવું વ્યાજ ચૂકવવાનું રહેશે. એમેઝનનું આ ફેસ્ટ 26 નવેમ્બર સુધી ચાલશે.

જો તમારી પાસે ICICI  બેન્કનું ક્રેડિટ કાર્ડ હોય તો 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. નો કોસ્ટ ઇએમઆઈ ઓફર એક્સિસ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, સિટી બેન્ક, એસબીઆઇ, ઇન્ડસલન્ડ, યસ બેન્ક, કોટક, આરબીએલ, એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને બજાજ ફિન્સર્વના ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્સી ઓન 5 પ્રો

જો તમારી પાસે આરબીએલ બેન્કનું ક્રેડિટ કાર્ડ છે તો તમે સેમસંગનાં ગેલેક્સી ઓન 5 પ્રો ને 356 રૂપિયા પ્રતિ મહિના પર મેળવી શકો છો. ઓફર હેઠળ ફોનની કિંમતમાં 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે. 7990 રૂપિયા પર 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 7490 રૂપિયા હશે. આ ફોનમાં તે બધા ફિચર્સ હાજર છે જે એક વપરાશકર્તા માટે જરૂરી છે. ફોન 4G VoLTE છે.

ફિચર્સ

  • ડિસ્પ્લે- 5 ઇંચ (1280 x 720 પિક્સેલ્સ) એચડી
  • પ્રોસેસર- 1.3 જીએચઝેડ ક્વાડ કોર એક્ઝીનોસ 3475 પ્રોસેસર માલી-ટી720 જી.પી.યુ.
  • 2 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0 (માર્શલો)
  • એલઇડી ફ્લેશ સાથે 8MP નો રિયર કેમેરા
  • 5 એમપીનો ફ્રન્ટ કેમેરા
  • 2600mAh બેટરી

રેડમી 4 એ

રેડમી (રેડમી) ના આ લોકપ્રિય ફોનને તમે 333 રૂપિયાની ચૂકવણી કરી ઘર લઈ જઈ શકો છો. 6,999 રૂપિયાના મૂલ્ય વાળો આ ફોન લોકોને એટલો લોકપ્રિય છે કે આ લોન્ચિંગ પછી સેલમાં માત્ર 75 સેકન્ડમાં આઉટ ઓફ સ્ટોક થય જાય છે. આમાં ઘણા ફીચર્સ મોંઘા ફોનના છે.

ફિચર્સ

  • ડિસ્પ્લે- 5 ઇંચ (1280 x 720 પિક્સેલ્સ) એચડી આઇપીએસ ડિસ્પ્લે
  • પ્રોસેસર- 1.4GHz ક્વાડ-કોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર 500 એમએચઝેડ એડ્રેનો 308 GPU
  • 2 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી (128 GB ની એક્સપાન્ડેબલ)
  • એન્ડ્રોઇડ 6.0 (માર્શમેલો)
  • ડ્યૂઅલ સિમ (માઇક્રો + નેનો / માઇક્રો એસડી)
  • 13 એમપીનો રિયર અને 5 એમપીનું ફ્રન્ટ કેમેર
  • 3030 એમએએચ બેટરી

ઇન્ફોકસ ટર્બો 5 પ્લસ

ઇન્ફૉકસ ટર્બો 5 પ્લસ બજેટ ફોન તરીકે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 3 જીબી રેમ સાથે આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા છે. 7999 રૂપિયા કિંમત અને 380 રૂપિયા પ્રતિ મહિનાની ઇએમઆઈ પર આ ફોનમાં પણ ઘણા દમદાર ફીચર્સ છે.

ફિચર્સ

  • ડિસ્પ્લે 5.5 ઈંચ એચડી આઇપીએસ ટચસ્ક્રીન ડિસ્પ્લે
  • પ્રોસેસર- 1.5 ગીગાહર્ટ્ઝ MT6750 ઓક્ટા કોર પ્રોસેસર
  • રેમ- 3 જીબી રેમ 32 જીબી રોમ
  • રીઅર કેમેરા- ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે 13 એમપી + 5 એમપી રીઅર કેમેરા
  • ફ્રન્ટ કેમેર- 5 એમપી કેમેરા
  • બેટરી- 4850 એમએએચ
  • ડ્યુઅલ સિમ, 4 જી વીઓએલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ 4.1

મોટો E4

મોટોનો આ ફોન પણ યુઝર્સ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ઓછા ભાવમાં સારા ફીચર્સ તમને આ ફોન પર મળશે. 8,230 રૂપિયાના ભાવની કિંમત વાળો આ ફોન આજની ફેસ્ટ દરમિયાન 394 રૂપિયા પ્રતિ મહિનાની ઇએમઆઈ પર ઉપલબ્ધ છે. આ ફોનમાં કંપનીએ ઘણા સારા ફિચર્સ આપ્યા છે.

ફિચર્સ

  • ડિસ્પ્લે- 5 ઇંચ એચડી ડિસ્પ્લે
  • પ્રોસેસર- 1.3GHz MT6737
  • રેમ- 2 જીબી રેમ
  • ઇન્ટરનલ મેમરી- 16 જીબી રોમ
  • રીઅર કેમેરા- એલઇડી ફ્લેશ સાથે 8 એમપી રીઅર કેમેરો
  • ફ્રન્ટ કેમેરા- ફ્લેશ સાથે 5 એમપી ફ્રન્ટ કેમેરા
  • બેટરી- 2800 MAh બેટરી રેપિડ ચાર્જ સાથે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.